सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

મહુવા પોલીસની સરાહનીય કામગીરી 13 વર્ષના બાળકને પરિવાર સાથે કરાવ્યું સુખદ મિલન

મહુવા પોલીસના અનાવલ આઉટ પોસ્ટની ટીમ દ્વારા ઘરથી નીકળી આવેલ છોકરાને તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવી આગળ ભણવા મોકલી માનવતાની મહેક પ્રસરાવી છે

સુદર્શન ન્યુઝ ટીમ
  • Feb 2 2023 4:50PM

પ્રાપ્ત માહિતી અનુસાર મહુવા પોલીસના અનાવલ આઉટ પોસ્ટમાં ફરજ બજાવતા પ્રદીપભાઈ તીરસિંગભાઈ,પરેશભાઈ ચૌધરી તેમજ સુનિલભાઈ સુરેશભાઈ અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અનાવલ રેલવે સ્ટેશન પર એક છોકરો ખૂણામાં બેસી રડતો જોવા મળ્યો હતો. છોકરાને તેનું નામ સિવાય સરનામાંની ખબર નહતી. માત્ર મઢી આશ્રમશાળામાં અભ્યાસ કરતો હોવાનું જણાવતા પોલીસ દ્વારા બારડોલીની મઢી આશ્રમશાળાના આચાર્ય સાથે સંપર્ક કરતા તેઓએ છોકરાનું નામ  તુષાર કુમાર અરુણભાઈ પવાર ઉ.વ.૧૩ રહે. દિવાનટેબરુન તા.આહવા જી.ડાંગ જણાવ્યું હતું જે ધોરણ ૮ માં અભ્યાસ કરતો હોય પરંતુ દિવાળીની રજા બાદ પરત નહિ આવ્યો હોવાનું જણાવ્યું હતું.

ત્યાંથી છોકરાના પિતાના સંપર્ક કરાતા તેઓએ તેમના કાકાને ત્યાં રહેતો હોવાનું જણાવી ત્યાં થયેલ વાતચીત બાદ છોકરાના કૌટુંબિક કાકા  છોકરાને લેવા આવી પહોંચ્યા  હતા.જો કે ત્યારબાદ છોકરો મઢી ખાતે આશ્રમશાળામાં અભ્યાસ કરવા માંગતો હોય ત્યારે એ બાબતે આચાર્યને સંપર્ક કરતા તેઓએ પણ આગળ અભ્યાસની પરવાનગી આપી હતી. છોકરાને તેના પરિવાર સાથે મિલન કરાવી આગળ ભણવા બાબતે સમજ આપી મહુવા પોલીસના અનાવલ આઉટ પોસ્ટની ટીમે સરાહનીય કામગીરી કરી માનવતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार