सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

પોલીસની પ્રમાણિકતા:ટ્રાફિક પોલીસને અજાણ્યા શખ્સનો ફોન મળતા તાત્કાલિક સીનિયરને ફોન કરીને જાણ કરી

પોરબંદર ટ્રાફિક પોલીસના ટ્રાફિક બ્રિગેડના જવાનોની પ્રમાણિકતા સામે આવી છે

સુદર્શન ન્યુઝ ટીમ
  • Feb 1 2023 5:25PM

પોરબંદર ટ્રાફિક પોલીસના ટ્રાફિક બ્રિગેડના જવાનોની પ્રમાણિકતા સામે આવી છે. જેમાં 31 જાન્યુઆરી 2023ના રોજ ટ્રાફિક બ્રિગેડના જવાનો ચંન્દ્રેશ લક્ષ્મીદાસ અટારા તથા પ્રકાશ ભોજા ખરા રાણીબાગ ચાર રસ્તા પર પોતાની ફરજમાં હાજર હતા. તે દરમિયાન 12 વાગ્યાની આસપાસ રાણીબાગ ચાર રસ્તા પરથી એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો.

•ટ્રાફિક પોલીસે ફોનના માલિકની જાણકારી મળી
ટ્રાફિક બ્રિગેડના જવાનોને મોબાઈલ ફોન મળી આવતા તરત જ તેઓએ આ અંગેની જાણ ટ્રાફિક શાખાના પીએસઆઈ કે.બી.ચૌહાણને કરી હતી. તેમને ટ્રાફિક શાખાની કચેરી ખાતે આવી આ મોબાઈલ ફોન જોતા ચાલુ હાલતમાં હતો અને આ મોબાઈલ ફોનના માલિકનો સંપર્ક શોધવા માટે પ્રયત્નો કરવામાં આવ્યો હતો.

તે દરમિયાન તપાસ કરતા જાણવા મળ્યું કે આ મોબાઈલ ફોન બિરલા કોલોની, ઈન્દિરા નગર, પોરબંદરમાં રહેતા હિતેશ જીવા કરગટીયાનો છે.જરૂરી ખરાઈ કરી ફોન પરત કર્યો.જેથી તે અંગેની ખરાઇ કરી આધાર કાર્ડની ઓળખ મેળવી અંદાજિત 12 હજાર રૂપિયાનો મોબાઈલ ફોન હિતેશ કરગટીયાને ટ્રાફિક બ્રિગેડના જવાન ચંન્દ્રેશ લક્ષ્મીદાસ અટારા તથા પ્રકાશ ભોજા ખરા દ્વારા પરત આપવામાં આવ્યો હતો. મોબાઈલ ફોન પરત કરવા બદલ ટ્રાફિક બ્રિગેડના જવાન ચંન્દ્રેશ લક્ષ્મીદાસ અટારા અને પ્રકાશ ભોજા ખરા તથા ટ્રાફિક શાખાના પીએસઆઈ કે.બી.ચૌહાણ તથા તમામ ટ્રાફિક પોલીસ સ્ટાફનો હિતેશ કરગટીયાએ આભાર વ્યક્ત કર્યો હતો.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार