सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

રેલ ટ્રાફિકને અસર થશે:12 ફેબ્રુઆરી સુધી 8 ટ્રેન સંપૂર્ણ પણે રદ, 11 ટ્રેન આંશિક રદ

ડબલ ટ્રેકના કામને કારણે રેલ વ્યવહાર પ્રભાવિત, 6 ટ્રેન રિશિડ્યૂલ કરાઈ અને 6 ટ્રેન મોડી ઉપડશે

સુદર્શન ન્યુઝ ટીમ
  • Feb 1 2023 5:41PM
રાજકોટ ડિવિઝનમાં આવેલા બિલેશ્વર-રાજકોટ સેક્શનમાં ડબલ ટ્રેકના કામ માટે બ્લોક લેવામાં આવશે. જેના કારણે 2થી 12 ફેબ્રુઆરી, 2023 સુધી રેલ ટ્રાફિકને અસર થશે. જેમાં 8 ટ્રેન સંપૂર્ણ પણે રદ, 11 ટ્રેન આંશિક રદ રહેશે. 6 ટ્રેન રિશિડ્યૂલ કરાઈ છે અને 6 તેના નિયત સમય કરતા મોડી ઉપડશે.

•2થી 12 ફેબ્રુઆરી, 2023 સુધી રેલ ટ્રાફિકને અસર
વડોદરા-જામનગર ઇન્ટરસિટી 3થી 11 ફેબ્રુઆરી, જામનગર-વડોદરા ઇન્ટરસિટી 4થી 12 ફેબ્રુઆરી, રાજકોટ-પોરબંદર અને પોરબંદર-રાજકોટ એક્સપ્રેસ 7થી 11 ફેબ્રુઆરી, ઓખા-વેરાવળ એક્સપ્રેસ 6થી 11 ફેબ્રુઆરી, વેરાવળ-ઓખા એક્સપ્રેસ 7થી 12 ફેબ્રુઆરી, અમદાવાદ-ઓખા સ્પેશિયલ ટ્રેન 11 ફેબ્રુઆરી અને ઓખા-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન 12 ફેબ્રુઆરીના રોજ સંપૂર્ણપણે રદ રહેશે. આ ઉપરાંત 11 ટ્રેન આંશિક રદ કરાઈ છે જેમાં ભાવનગર-ઓખા એક્સપ્રેસ 2થી 10 ફેબ્રુઆરી સુધી સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રદ રહેશે.

•અમદાવાદ-વેરાવળ ઇન્ટરસિટી 3થી 11 ફેબ્રુઆરી સુરેન્દ્રનગર-વેરાવળ વચ્ચે રદ
ઓખા-ભાવનગર એક્સપ્રેસ 3થી 11 ફેબ્રુઆરી ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે રદ રહેશે. મુંબઈ સેન્ટ્રલ-હાપા દૂરંતો એક્સપ્રેસ 2થી 10 ફેબ્રુઆરી સુરેન્દ્રનગર-હાપા વચ્ચે અને હાપા-મુંબઈ સેન્ટ્રલ દૂરંતો એક્સપ્રેસ 3થી 11 ફેબ્રુઆરી હાપા-સુરેન્દ્રનગર વચ્ચે રદ રહેશે. અમદાવાદ-વેરાવળ ઇન્ટરસિટી 3થી 11 ફેબ્રુઆરી સુરેન્દ્રનગર-વેરાવળ વચ્ચે રદ રહેશે. વેરાવળ-અમદાવાદ ઇન્ટરસિટી 3થી 11 ફેબ્રુઆરી સુધી વેરાવળ-સુરેન્દ્રનગર વચ્ચે રદ રહેશે. બાંદ્રા-જામનગર હમસફર 6થી 10 ફેબ્રુઆરી વાંકાનેર-જામનગર વચ્ચે રદ રહેશે.

•રેવા-રાજકોટ 6 ફેબ્રુઆરીએ વાંકાનેર-રાજકોટ વચ્ચે રદ
જામનગર-બાંદ્રા હમસફર 7થી 10 ફેબ્રુઆરી જામનગર-વાંકાનેર વચ્ચે રદ રહેશે. બાંદ્રા-વેરાવળ સૌરાષ્ટ્ર જનતા 6થી 10 ફેબ્રુઆરી સુરેન્દ્રનગર-વેરાવળ વચ્ચે રદ રહેશે. વેરાવળ-બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા 7થી 11 ફેબ્રુઆરી વેરાવળ-સુરેન્દ્રનગર વચ્ચે રદ રહેશે. રેવા-રાજકોટ 6 ફેબ્રુઆરીએ વાંકાનેર-રાજકોટ વચ્ચે રદ રહેશે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार