सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

મહેસાણા પાલિકાની સભા અડધો કલાક ચાલી, 63માંથી 6 કામ ચર્ચાયા, 57 કામ સીધા મંજૂર

ક્રિકેટ ગ્રાઉન્ડમાં નાઇટ મેચ માટે રાહ જોવી પડશે, લાઇટિંગ હાઇમાસ્ટ બ્રાન્ડેડ કંપનીમાં અટવાઈ

સુદર્શન ન્યૂઝ ટીમ
  • Feb 1 2023 11:35AM
મહેસાણાના અદ્યતન સરદાર પટેલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં હજુ નાઇટ મેચ માટે ક્રિકેટ રસિયાઓને રાહ જોવી પડશે. હજુ ગ્રાઉન્ડમાં રાત્રે અજવાળુ પાથરવા 128 એલઇડીના 4 હાઇમાસ્ટ એક જ કંપનીનો વિકલ્પ હોઇ મરજી મુજબના ભાવો લેતી હોવાની રાવ સાથે હાઇ માસ્ટ માટે અન્ય બે કંપનીની છૂટ આપવા એજન્સીએ પાલિકા સમક્ષ અરજ ગુજારતાં આ મુદ્દો મંગળવારે મળેલી નગરપાલિકાની સામાન્ય સભામાં ચર્ચાના અંતે અધિકારીના નિર્ણય પર છોડવામાં આવ્યો હતો. ત્યારે ગ્રાઉન્ડમાં રૂ. 5.23 કરોડના ખર્ચે ઇલેક્ટ્રિફિકેશન કામ પૈકી 70 ટકા પૂર્ણ થયું હતું.

હવે બ્રાન્ડેડ અન્ય કંપની પાસેથી હાઇમાસ્ટ લગાવવા એજન્સીને પરવાનગીમાં અટવાયુ હોઇ નાઇટ મેચ માટે હજુ રાહ જોવી પડે તેવો ઘાટ સર્જાયો છે.મહેસાણા પાલિકાના સભા હોલમાં પ્રમુખ વર્ષાબેન.એમ. પટેલના અધ્યક્ષસ્થાને મળેલી સભામાં પ્રમુખસ્થાનેથી બે કામો રજૂ થયા હતા. જેમાં કારોબારી ચેરમેન કૌશિકભાઇ વ્યાસે કહ્યું કે, ક્રિકેટ ગ્રાઉન્ડમાં ડે મેચો શરૂ થઇ છે. તેમ હવે ઝડપથી નાઇટ મેચ માટે ઇલેક્ટ્રિફિકેશનનું બાકી કામ ઝડપથી પૂર્ણ થાય તે જરૂરી છે. 70 ટકા ઇલેક્ટ્રિફિકેશન કામ પૂર્ણ થયું છે.એજન્સીએ એક જ કંપનીનો વિકલ્પ હોઇ અન્ય મેક સૂર્યા તથા ટ્રાન્સરેલ મંજૂર કરવા અરજ કરેલ હોઇ અધિકારીના અભિપ્રાય મુજબ કરવા સૂચન કર્યું હતું. સામાન્ય સભાના એજન્ડામાં ટી.પીના 5 ઠરાવો સદસ્યોને મળ્યા ન હોઇ અભ્યાસનો સમય મળ્યો ન હોવાની વિપક્ષને રાવ વ્યકત કરી હતી અને બેઠકમાં ચર્ચાના અંતે જીઆઇડીસી નજીક ઔદ્યોગિકમાંથી રહેણાંકમાં ફેરફાર માટે ખાનગી માલિકીની જગ્યા તબદીલ કરાવવા કલમ 19 હેઠળ સરકારમાં દરખાસ્ત કરવાનું કામ મંજૂર ક્રિકેટ ગ્રાઉન્ડમાં.. કરાયું હતું.

જેમાં વિપક્ષના સદસ્ય અમીતભાઇ પટેલે કહ્યું કે, વિસ્તારમાં બીજા પણ આવા ખેડૂત હોય તો તેમને રહેણાકમાં તબદીલની પ્રક્રિયા કરી આપવા સૂચન કરાયું હતું. જ્યારે ટી.પીના 4 ઠરાવ કામો સભામાં મુલત્વી રખાયા હતા. આ ઉપરાંત ખારી નદીની સફાઇ અને વૃક્ષો વાવવાનું કામ દ્રષ્ટિ ફાઉન્ડેશનથી નિશુલ્ક કરવાની તૈયારી દર્શાવેલી છે. ત્યારે એજન્ડમાં ખારી નદીની સફાઇ માટે ખર્ચ મંજૂર કરવાનું સૂચવેલ હોય તે રદ્દ કરવા વિપક્ષ નેતાએ સૂચન કર્યું હતું. આ ઉપરાંત આઝાદી કા અમૃત મહોત્સવ કરવેરા પ્રોત્સાહક વળતર યોજના અંગે પ્રાદેશિક કમિશ્નરની મંજૂરી મેળવી મહેસાણામાં અમલમાં લાવવાનો નિર્ણય લેવાયો હતો.સદસ્યોના 26 મંજૂર કામોમાં સૌથી વધુ બજેટનું કામ વિપક્ષના નેતાના વિસ્તારમાં સભામાં શાસક, વિપક્ષના વિવિધ સદસ્યો તરફથી તેમના વિસ્તારોમાં રોડ, ગટર, પાણી, લાઇટ સહિતના 26 કામો મંજૂર પૈકી કોંગ્રેસના કોર્પોરેટર કમલેશ સુતરિયાના વોર્ડ 2 વિસ્તારમાં શિવમ હેરિટેઝથી શિવવાટીકા સોસાયટી સુધી નવો સી.સી રોડ અને પવર બ્લોકનું કામ અંદાજે રૂ. 3965960ના ખર્ચે કરવાનું કામ હતું. શાસક પક્ષના સદસ્ય જનકભાઇ બ્રહ્મભટ્ટે કહ્યું કે, વિકાસના કામોમાં સાથ સહકાર આપતા રહો, આજે બધા સદસ્યોના કામોમાં સૌથી વધુ રકમનું કામ વિપક્ષ નેતા, સદસ્યના વિસ્તારનું છે.


सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार