सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

કૌભાંડીઓ પર રાજદ્રોહનો કેસ લગાવો અરવલ્લી એબીવીપી દ્વારા પેપરલીક મામલે અધિક કલેક્ટરને આવેદન

પ્રકારની ઘટનાઓમાં મુખ્ય અધિકારીઓ અથવા તો સંડોવાયેલા તમામને જવાબદાર ઠેરવી તેમના ઉપર કડક કાર્યવાહી

સુદર્શન ન્યુઝ ટીમ
  • Feb 1 2023 12:32PM
જૂનિયર ક્લાર્કની પરીક્ષા પેપર લીક થવા મામલે અરવલ્લી એબીવીપી દ્વારા અધિક કલેક્ટરને મુખ્યમંત્રીને ઉદ્દેશીને આપેલ આવેદનમાં જણાવ્યું છે કે ગુજરાત સરકારનું વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયું છે. જૂનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રખાતાં લાખો વિદ્યાર્થીઓના ભાવિ અને ભાવના સાથેની ચેડા થયા છે.

આ પ્રકારની ઘટનાઓમાં મુખ્ય અધિકારીઓ અથવા તો સંડોવાયેલા તમામને જવાબદાર ઠેરવી તેમના ઉપર કડક કાર્યવાહી કરવા 24 કલાકમાં પરીક્ષાની નવી તારીખો જાહેર કરો, 20 દિવસની અંદર પરીક્ષા લેવામાં આવે,પરીક્ષા માટે પરીક્ષાર્થીઓ માટે આવશ્યક વ્યવસ્થાઓ યાત્રા નિવાસ, ભોજનની વિશેષ જવાબદારી રાજ્ય સરકાર લે, પેપર લીક કૌભાંડ પર તપાસ સમિતિની રચના કરાય, કૌભાંડમાં જવાબદાર વ્યક્તિઓ પર રાજદ્રોહનો કેસ લગાવવામાં આવે અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ટ્રાયલ ચલાવાય, આરોપીઓને ત્વરિત કડકમાં કડક સજા કરવામાં આવે, સ્પર્ધાત્મક પરીક્ષા તંત્રમાં યોગ્ય અધિકારીઓ, શિક્ષણવિદોની ખાલી પડેલમહત્વના પદો પર જલ્દી નિયુક્તિ થવી જોઇએ અને આરોપીઓની પ્રિન્ટીંગ પ્રેસ, કોચિંગ, સંપતિની સરકાર હરાજી કરીને દાખલો બેસાડવો જોઈએ.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार