सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

અમરેલી-સાવરકુંડલા નેશનલ હાઇવે ઉપર આખલાઓ યુદ્ધે ચડ્યા

રોડ વચ્ચે આક્રમણ ઘર્ષણથી વાહનો પણ થંભી ગયા

સુદર્શન ન્યુઝ ટીમ
  • Feb 1 2023 12:30PM
ગુજરાતમાં આખલાનો આંતક વ્યાપક વધ્યો છે અને તેના આ આતંક વચ્ચેથી પ્રજાને આજે પણ મુક્તિ નથી મળી જેના કારણે લોકોને વાંરવાર ઇજાઓ અને અનેક લોકો જીવ ગુમાવી રહ્યા છે તો કેટલીક વખત વાહનો વચ્ચે અકસ્માતની ઘટનાઓ પણ બને છે. અમરેલી જિલ્લામાં શહેરી વિસ્તારમાં આખલાથી લોકો પરેશાની ભોગવી રહ્યા હતા. પરંતુ હવે હાઇવે ઉપર આખલાઓ પોતાનું સામ્રાજ્ય જમાવી રહ્યા છે જેના કારણે અનેક લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અમરેલી સાવરકુંડલા નેશનલ હાઇવે ગોખરવાળા ગામ નજીક આખલાનો આતંક વધી રહ્યો છે. જેના કારણે વાહન ચાલકો રીતસર થંભી જાય છે અહીં બે આખલા વચ્ચે યુદ્ધએ ઘમાસાણ સર્જી દેતા વાહન ચાલકો પોતાના વાહનો ઉભા રાખી દીધા હતા. જોકે અહીં આજે નહિ અનેક વખત આખલાઓ હાઇવે ઉપર આ રીતે યુદ્ધ સર્જી દેતા હોવાને કારણે અફડા તફડી સર્જાય છે જેના કારણે વાહન ચાલકો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

•શહેરી વિસ્તારમાં હજુ આખલાથી મુક્તિ મળી નથી
અમરેલી જિલ્લામાં અમરેલી,રાજુલા,વડીયા,બાબરા,સાવરકુંડલા, ધારી બગસરા વિસ્તારના શહેરી વિસ્તારમાં દરોજ આખલા આતંક મચાવી રહ્યા છે અનેક વાહનોમાં નુકસાન કરી રહ્યા છે તેમ છતાં સ્થાનિક પાલિકા અને પ્રશાસન દ્વારા કોઈ ગંભીરતા દાખવી પગલા લેવાતા નથી જેના કારણે આખલાઓ રીતસર અફડા તફડી મચાવી રહ્યા છે અહીં રાહત નથી મળી ત્યાં હવે હાઇવે ઉપરના માર્ગો ઉપર આખલા પોતાનું સામ્રાજ્ય બનાવી રહ્યા છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार