सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ગોધરા પોલીસે વ્યાજખોર રમેશ ઉર્ફે રામુ દોહલાણીની મની લેન્ડીંગ એક્ટ હેઠળ ધરપકડ કરી

કચ્છની પાલરા જેલમાં રવાના કર્યો

સુદર્શન ન્યુઝ ટીમ
  • Feb 1 2023 1:02PM

ગોધરા શહેરમાં લાયસન્સ વગર ઉંચા વ્યાજે નાણા ધીરધારના ધંધો કરી પઠાણી ઉઘરાણી કરતાં વ્યાજખોર સામે ગોધરા એ ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં લેણદારોને ધાકધમકીઓ આપી વ્યાજની વસૂલી કરનાર રમેશ ઉર્ફે રામુ દોહલાણીની મની લેન્ડીંગ એકટ હેઠળ પાસા હેઠળ ધરપકડ કરીને કચ્છ ભુજ ખાતેની પાલરા જેલમાં મોકલી આપતા વ્યાજખોરોના સામ્રાજ્યમાં ભારે ધ્રુજારીઓ પ્રસરી જવા પામી છે.

પંચમહાલ પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી દ્વારા ઉંચા ટકાના વ્યાજે લેણદારોને ધાકધમકીઓ આપીને બમણા નાણાં પડાવવાની વ્યાજખોરોની ધાકધમકીઓમાં લેણદારોની મિલકતો પણ પડાવી લેવાના વ્યાજખોરોના આંતકને બંધ કરાવવા માટે લોક દરબારો યોજીને લેણદારોની કરુણ કહાનીઓ સામે પોલીસ તંત્રને કાયદેસર કાર્યવાહીઓ હાથ ધરવાની સખ્ત સૂચનાઓ પણ આપી હતી. વ્યાજખોરો સામેની આ ઝુંબેશમાં ગોધરા એ ડીવીઝન પોલીસ મથકમાં બામરોલી રોડ ખાતે મુક્તાનંદ સોસાયટીમાં રહેતા રમેશ ઉર્ફે રામુ અર્જુનદાસ દોહલાણી સામે લાયસન્સ વગર ઉંચા ટકાના વ્યાજે નાણાં ધીરધાર કરવાના આરોપ સબબ શહેરના બે લેણદારો દક્ષેશ વ્યાસ અને અજીત સાબુવાલાની ફરીયાદના આધારે ગુન્હો દાખલ કરાયો હતો.

વ્યાજખોરોના વિષચક્રને નેસ્ત નાબૂદ કરવાની રાજ્યવ્યાપી ઝુંબેશમાં પાસા એકટમાં કરવામાં આવેલા સુધારા મુજબ ગોધરા એ ડીવીઝન પોલીસ દ્વારા રમેશ ઉર્ફે રામુ દોહલાણી સામે મની લેન્ડીંગ એકટ હેઠળ પાસા દરખાસ્ત તૈયાર કરીને પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીને સુપ્રત કરવામાં આવી હતી. આ પાસા દરખાસ્તને પંચમહાલ જિલ્લા મેજીસ્ટ્રેટ સુજલ મયાત્રાએ મંજુર કરીને વ્યાજખોરો રમેશ ઉર્ફે રામુને મની લેન્ડીંગ એકટ હેઠળ પાસા હેઠળ કચ્છ ભુજના પાલરા જેલમાં મોકલી આપવાના કરેલા હુકમના આધારે ગોધરા એ ડીવીઝનના પી.આઈ. આઈ.એ.પલાસે રમેશ ઉર્ફે રામુ દોહલાણીની પાસા હેઠળ ધરપકડ કરીને પાલરા જેલ તરફ રવાના કરતા વ્યાજખોરોની અંધારી આલમમાં જબરદસ્ત સન્નાટો પ્રસરી જવા પામ્યો છે

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार