सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

5 વર્ષે ગુંબજમાં વર્ગો શરૂ થયા છતાં ગર્લ્સ માટે વોશરૂમ નહિ

આર્ટ્સ ફેકલ્ટીના હેરિટેજ બિલ્ડિંગમાં રિનોવેશન બાદ ગંદકીના ઢગ

સુદર્શન ન્યૂઝ ટીમ
  • Feb 1 2023 11:52AM

એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં 5 વર્ષ બાદ ગુંબજમાં કલાસ શરૂ કરી દેવામાં આવ્યા છે. બિલ્ડિંગમાં માત્ર બોયઝ માટે એક વોશરૂમની વ્યવસ્થા કરવામાં આવી છે જયારે ગર્લ્સ માટે કોઇ વોશ રૂમ બનાવવામાં આવ્યો નથી. ગર્લ્સને બીજા બિલ્ડિંગનો ઉપયોગ કરવો પડે તેવી સ્થિતી છે. ગુંબજના બિલ્ડિંગમાં 32 રૂમોમાંથી 5-6 રૂમોમાં હજુ પણ સમારકામ ચાલુ છે. જેના પગલે હેરીટેજ બલ્ડિંગમાં ગંદકીના ઢગલાઓ જોવા મળી રહ્યા છે.

આર્ટસ ફેકલ્ટીમાં આખરે વિદ્યાર્થીઓને ઐતિહાસીક બિલ્ડિંગ પરત મળ્યું છે. 5 વર્ષ બાદ બિલ્ડિંગમાં કલાસરૂમો કાર્યરત કરાયા છે. આર્ટસના બિલ્ડિંગમાં એફવાય, એસવાય અને ટીવાયના વર્ગો શરૂ કરી દેવાયા છે. કેટલાય સમયથી વિદ્યાર્થીઓ આર્ટસમાં બિલ્ડિંગના હોવાના કારણે વિદ્યાર્થીઓ અન્ય જગ્યા પર અભ્યાસ કરવાનો વારો આવી રહ્યો હતો.જોકે હજુ પણ બિલ્ડિંગમાં સમારકામના પગલે બાહરની બાજુ તથા અંદરના ભાગે બેન્ચીસ સહિતની જૂની વસ્તુઓનો ભંગાર પડી રહેલો છે. બિલ્ડિંગમાં ઉપરના ભાગે એક પણ વોશરૂમની વ્યવસ્થા રખાઇ નથી. નીચે બોયઝ માટે એક વોશરૂમ છે જયારે ગર્લ્સ માટે નથી.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार