सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

વલસાડ નપામાં 1.50 કરોડના નવા 14 ટ્રેકટર શોભાના ગાંઠિયા, પાસિંગ વિના બિનઉપયોગી

ટ્રેક્ટરનો ઉપયોગ ન થતાં સફાઈ કામગીરીને અસર, ખખડધજ ટ્રેકટરોથી કામ ચલાવવાની નોબત

સુદર્શન ન્યુઝ ટીમ
  • Feb 1 2023 12:27PM
વલસાડ પાલિકાની આરોગ્ય શાખાને સફાઇ કામગીરી માટે રાજ્ય સરકારની 1.50 ગ્રાન્ટ હેઠળ ખરીદાયેલા 14 ટ્રેકટરો 1 માસથી બિનઉપયોગી પડી રહ્યા છે. આ ટ્રેકટરોની પાલિકાને સખત જરૂરત છે પરંતું આરટીઓના પાસિંગની કાર્યવાહી બાકી હોવાના પગલે નવા ટ્રેકટરોને કામે લઇ શકાય તેમ નથી. જેના પગલે આરોગ્ય શાખાને ખખડધજ ટ્રેકટરો કામે લગાડવા પડવાની નોબત આવી છે.વલસાડ શહેરમાં ટોર ટુ ડોર ગાર્બેજ કલેકશન અને કચરો ઉપાડવાની કામગીરી માટે પાલિકા પાસે વર્ષો જૂના 28 ટ્રેકટરો હતા, પરતું આ ટ્રેકટરો ખખડી જતાં વલસાડમાં સફાઇ સહિતની કામગીરી માટેની અનિવાર્યતાને ધ્યાને લઇ રાજ્ય સરકારની નાણાપંચની ગ્રાન્ટ હેઠળ નવા ટ્રેકટરો ખરીદવા પડ્યા હતા. રૂ.1.50 કરોડની ગ્રાન્ટને લઇ પાલિકાને 14 જેટલા નવા નકોર ટ્રેક્ટરો તો મળી ગયા પરંતું તેનું આરટીઓ પાસિંગની પ્રક્રિયા હજી બાકી હોવાથી મુશ્કેલી ઉભી થઇ છે. આ ટ્રેકટરો સાથે ટ્રોલી પર જોડવાની હોય પાસિંગ પ્રક્રિયામાં હજી સમય લાગશે. જેના કારણે આરટીઓ દ્વારા વહેલી તકે પાસિંગની કાર્યવાહી સંપન્ન થાય તેવી જરૂરત ઉભી થઇ છે.

•ટ્રેકટરોને માર્ગ પર ઉતારવું જોખમી
પાલિકા પાસે નવા ટ્રેકટરો ઉપલબ્ધ થવા છતાં આરટીઓના પાસિંગ માટે કાર્યવાહી કરવામાં આવી છે,પરંતું ટ્રોલી સાથેના 14 નવા ટ્રેકટરોના પાસિંગમાં હજી સમય લાગશે તેવું વોર્ડ સભ્યોએ જણાવી તાત્કાલિક આ પ્રક્રિયા પૂર્ણ કરવા માગ કરાઇ છે.જો પાસિંગ વિનાના ટ્રેકટરોને રોડ ઉપર ઉતારવા જોખમી છે.

•ટ્રેકટરોમાંથી અડધાં જર્જરિત હાલતમાં
શહેરમાં કચરાની સફાઇ કામગીરી માટે 28 જેટલા ટ્રેકટરો જૂના થઇ જતાં વારેઘડીએ ખોટકાઇ રહ્યા છે.જેની મરામતમાં જ ખર્ચા પાલિકાના માથે પડી રહ્યા છે.અડધા ટ્રેકટરોની હાલત અત્યંત ખખડધજ હોવાની નકામા સાબિત થઇ રહ્યા છે.આ પરિસ્થિતિમાં ટ્રેકટરોનું વહેલુ પાસિંગ થાય તેવું સભ્યો જણાવી રહ્યા છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार