ડાકોરમાં ગોપાષ્ટમી પર્વની ઉજવણી : ૭૦૦થી વધુ ગાયોએ નગરચર્યા કરી, મંદિરે તિલકપૂજા કરાઇ
સંતગણ સહિત હોદ્દેદારો, મંદિર પરિવાર દ્વારા ગાયોને કંસાર ખવડાવીને પૂજા- અર્ચના કરવામાં આવી
યાત્રાધામ ડાકોરમાં ગૌમાતાની આઠમ-ગોપાષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. મંદિરના ગાયોના વાડેથી તમામ ગાયોને સ્નાનાદિ કરાવીને ગોવાળો - દ્વારા ચરાવવા લઈ જવામાં આવી હતી. રથયાત્રાના રૂટ પરથી તમામ ગાયો પસાર થઈ ત્યારે ગૌમાતાના દર્શનાર્થે તેમજ સાગમટે આટલી વિશાળ સંખ્યામાં ગાયોને નિહાળવા રસ્તાની બંને તરફે ભારે ભીડ ઉમટી હતી.
નગરચર્યાનો રૂટ પૂર્ણ કરાયા બાદ ગાયોને મંદિરના મુખ્ય દરવાજે લાવવામાં આવી હતી. જયાં સંતગણ સહિત હોદ્દેદારો, મંદિર પરિવાર દ્વારા ગાયોને કંસાર ખવડાવીને પૂજા- અર્ચના કરવામાં આવી હતી. ત્યારબાદ ગાયોને ગૌશાળાએ પરત લઇ જવામાં આવી હતી.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प