सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

નડિયાદના ક્રિકેટપ્રેમીઓ માટે ખુશખબર : હવે જાયન્ટ સ્ક્રીન્સ પર IPL ક્રિકેટનુ LIVE પ્રસારણ કરાશે

ક્રિકેટ, ખેલાડીઓ, મનપસંદ ટીમ્સ અને બીજા ઘણા બધા માટેના પોતાના પ્રેમને વ્યકત કરતા સર્વાધિક ઘેલા ચાહકોની સાથે IPL 2024 ફેન પાર્કસમાં ચાહકોને આકર્ષે છે

યેશા શાહ
  • Mar 29 2024 6:38PM
ટાટા IPL પહેલા કરતા વધુ મોટું, વધુ ક્રેઝી અને આકર્ષક બને છે ! સીટીઓ, ચિચીયારીઓ, ફેસ પેન્ટિંગ, બૂમો, કેઝી સ્ટન્ટસ સાથે આ વખતે બધું જ ચાહકો માટે છે ! ક્રિકેટ, ખેલાડીઓ, મનપસંદ ટીમ્સ અને બીજા ઘણા બધા માટેના પોતાના પ્રેમને વ્યકત કરતા સર્વાધિક ઘેલા ચાહકોની સાથે IPL 2024 ફેન પાર્કસમાં ચાહકોને આકર્ષે છે, 50 શહેરોમાં ચાહકોને સ્પર્શતા ફેન પાર્કસ દેશભરમાં IPL ફીવરને ટેકઓવર કરવા તૈયાર છે.

જાયન્ટ સ્ક્રીન્સ પર ઝડપી લેવામાં આવનાર દરેક શ્વાસ થંભાવતી ક્ષણ સાથે, દરેક સ્થળ ચાહકોને સ્ટેડિયમ જેવી લાગણી કરાવનારું LIVE પ્રસારણ કરશે. કોઈ પણ ચાહક આને ચૂકશે નહીં કેમ કે પ્રવેશ બિલકુલ મફત છે તથા સંગીત, મરચન્ડાઇઝ, ફૂડ સ્ટોલ્સ, પીણાં અને IPLના અધિકૃત ગયોજકો દ્વારા કેટલીક મનોરંજક પ્રવૃત્તિ સાથે મસ્તી અને રોમાંચ બમણાં થઇ જશે. આટલી બધી મઝા સાથે, પોતાની ટીમ્સ માટે ચિચીયારીઓ પાડતા ચાહકોને એવું લાગશે કે જાણે તેઓ સ્ટેડિયમમાં જ છે! રોમાંચ અને ઉત્તેજનામાં ઉમેરો કરવા, ફેન પાર્કસની મુલાકાત લઇ રહેલી વ્યક્તિઓ પોતાની મનપસંદ ટીમ, ખેલાડી અથવા ક્રિકેટ માટેના પોતાના પ્રેમને વ્યકત કરવા દ્વારા પોતાની ફેન મોમેન્ટસ દર્શાવવાને પાત્ર હશે. દરેક સીઝન અગાઉ કરતા વધારે મોટી થતી જાય છે, આ વખતે 10 લાખ ક્રિકેટ પ્રેમીઓનું અપેક્ષિત ટર્નઆઉટ ફેન પાર્કસમાં ઘેલછાનો અનુભવ કરશે.

બાઉન્ડ્રી પરની હિટસ, હેટ્રિકસ, અને સ્પિન્સના સાક્ષી બનવા માટે તમારા શહેરના નજીકના ફેન પાર્કમાં તમારી ચાહતને જિવંત બનાવો. ભલે ત્યારે, કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે !

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार