सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

કલોલમાં કરોડોના ખર્ચે નિર્માણ પામેલ સાયકલ ટ્રેક બિસ્માર અવસ્થામાં

ટ્રેક પર ઠેર ઠેર ગંદકી હોવાથી, ટ્રેક શોભાના ગાઠીયા સમાન બન્યો

રાજ શાહ
  • Feb 1 2023 10:46AM

 કલોલમા કરોડોના ખર્ચે બનાવવામાં આવેલ સાયકલ ટ્રેક બિસ્માર અવસ્થામાં જોવા મળી રહ્યો છે. નગરપાલિકા દ્વારા આ ટ્રેકની યોગ્ય જાળવણી કરવામાં આવી રહી નથી, જેથી આ ટ્રેક સંપૂર્ણપણે બિસ્માર અવસ્થામાં જોવા મળી રહ્યો છે. તેમજ દરેક કામની જેમ આ કામમાં પણ નગરપાલિકા તેની 'હોતી હે ચલતી હે' નીતિમાં કાયમ જોવા મળી રહી છે.

કલોલના કલ્યાણપુરા વિસ્તાર નજીક આવેલ સાયકલ ટ્રેક છેલ્લાં કેટલાંક સમયથી નગરપાલિકાની ઉદાસીન કામગીરીને કારણે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા કરોડોના ખર્ચે બનાવવામાં આવેલ સાયકલ ટ્રેકની યોગ્ય જાળવણી કરવામાં આવી રહી નથી, ટ્રેકનો માર્ગ ઠેર ઠેર ગંદકી તેમજ ઉબડખાબડ સરફેસનો હોવાથી આ માર્ગ શોભાના ગાઠીયા સમાન બની ચૂક્યો છે.

મોટા ખર્ચથી નિર્માણ પામેલ આ ટ્રેક પર ગંદકી તેમજ ઉબડખાબડ માર્ગ હોવાથી જનતા દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો નથી. જેથી આ ટ્રેક ધૂળ ખાઈ રહેલો જોવા મળી રહ્યો છે. વધુમાં નગરપાલિકા દરેક કામની જેમ આ કામમાં પણ ઢીલાશ રાખી રહી છે. પ્રજા માટે બનાવેલ આ સાયકલ ટ્રેક પર રહેલ ગંદકીને ઝડપથી દુર કરી પ્રજામાટે આ ટ્રેકની યોગ્ય જાળવણી કરવામાં આવે અને તેને શરૂ કરવામાં આવે તેવી માંગ થઈ રહી છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार