ઉમરેઠમાં ભગવાનવગા સામે ગુજરાતી સ્કૂલ પાસે આવેલ બગીચાની આસપાસ રહેતા લોકો વર્ષોથી ગંદકી અને મૃત જાનવરોના સામ્રાજ્ય વચ્ચે રહેવા મજબુર
ઉમરેઠ નગરપાલિકામાં વારંવાર કરી છે રજુવાતો પણ આજ સુધી કોઈ સમાધાન આવ્યું નથી, લોકો હવે નગરપાલિકા સામે ઉપવાસ પર બેસવા મજબુ
આણંદ જિલ્લાના ઉમરેઠ ગામમાં ભગવાન વગા સામે નગરપાલિકા હસ્તકની એક જમીન આવેલ છે. આ જમીનને કહેવામાં તો બગીચો આવે છે પણ છેલ્લા પાંચથી છ વર્ષોથી આ જગ્યામાં આજુબાજુનો કચરો ઠાલવવામાં આવી રહ્યો છે. ગામમાં કોઈપણ પશુનું મૃત્યુ થાય તો તેનું શરીર અહીં નાખી જવાય છે અને કુતરાઓ તેના શરીરના ચીથરા ઉડાવે છે. આજુબાજુની ખાણીપીણીની લારીઓ વાળા રાત પડ્યે આ જગ્યામાં ખરાબ કચરો રોજ ઠાલવી જતાં હોય છે. વર્ષોથી ગંદકીથી ખદબદતી આ જગ્યામાં એટલી બધી દુર્ગંધ આવે છે અને એટલા બધા જીવજંતુ થાય છે કે કાછીયાવાડ, કાછીયા પોળ, ભગવાન વગાના રહીશોનું જીવવું મુશ્કેલ થઇ ગયું છે. લોકો પોતાના મકાનની બારીઓ સુદ્ધાં નથી ખોલી શકતા અને સગર્ભા સ્ત્રીઓએ તો રહેવાની જગ્યા બદલવી પડી રહી છે. ઉપરાંત આ જગ્યામાં થી મોટા મોટા કોર ઉંદર આજુબાજુના મકાનોમાં પેસી જાય છે અને મકાનની દીવાલો કોતરીને ખોખલી કરી દે છે. રહીશોએ વારંવાર ઉમરેઠ નગરપાલિકામાં આ અંગે રજુવાતો કરી છે પણ આજ સુધી આનો કોઈ નિકાલ નથી આવ્યો. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ જો આ વખતે આ જગ્યાની સાફસફાઈ નહી થાય અને ત્યાંથી કચરો નાખવાના ડબ્બા નહી લેવાય તો બધા બેગામ નગરપાલિકા સાને ઉપવાસ પર બેસસે.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प