सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ડુમરાલમાં નેક્સસ ગૃપ ધ્વારા ડુમરાલ પ્રિમિયર ક્રિકેટ લીગનું આયોજન કરાયું

આ ટુર્નામેન્ટમાં 26 જેટલા બ્લાઈન્ડ ક્રિકેટરોએ ભાગ લીધો : મુખ્ય હેતુ બ્લાઈન્ડ યુવાઓને પ્રોત્સાહિત કરવાનો હતો

યેશા શાહ
  • Apr 13 2024 6:17PM
નડિયાદના ડુમરાલમા નેક્સસ ગૃપ ધ્વારા ડુમરાલ પ્રિમિયર ક્રિકેટ લીગનુ આયોજન કરવામા આવ્યુ છે. જે અંતર્ગત આજે બાલ્યમ ફાઉન્ડેશન તથા ધી હ્યુમન સોસાયટીના સંયુક્ત ઉપક્રમે બ્લાઈન્ડ ક્રિકેટ ટુર્નામેન્ટનનુ આયોજન કરવામા આવ્યુ. આ ટુર્નામેન્ટનમા 26 જેટલા બ્લાઈન્ડ ક્રિકેટરોએ ભાગ લીધો હતો. બે ટીમ બાલ્યમ 11 તથા ધી હ્યુમન સોસાયટી વચ્ચે 10-10 ઓવરની મેચ રમાઈ હતી, આ ટુર્નામેન્ટનનુ આયોજન કરવાનો મુખ્ય હેતુ બ્લાઈન્ડ યુવાઓને પ્રોત્સાહિત કરવાનો હતો.

મહત્વની વાત તો એ છે કે, છેલ્લા 3 વર્ષથી નેક્સસ ગૃપ ધ્વારા ડુમરાલ પ્રિમિયર ક્રિકેટ ટુર્નામેન્ટન નુ આયોજન કરવામા આવે છે. ત્યારે આ વખતે ક્રિકેટ ટુર્નામેન્ટનમા એકત્ર થયેલ ફંડ નો સદ્ઉપયોગ બ્લાઈન્ડ ક્રિકેટરો માટે કરવા માટે બાલ્યમ ટ્રસ્ટના જીત પટેલ તથા ધી હ્યુમન સોસાયટીના અવિશ ધ્વારા આ બ્લાઈન્ડ ક્રિકેટ ટુર્નામેન્ટનનુ આયોજન કરવામા આવ્યુ. બાલ્યમ ફાઉન્ડેશન આ ક્રિકેટ ટુર્નામેન્ટન દરમ્યાન જે પણ ફંડ એકત્ર થાય છે તે અત્યાર સુધી બાળકોના એજ્યુકેશન માટે તથા તેમના વિકાસ માટે વાપરવામા આવે છે, આજે યોજાયેલ બ્લાઈન્ડ ક્રિકેટ ટુર્નામેન્ટનમા આણંદ બ્લાઈન્ડ એસોસિએશન ના બાળકોએ ઉત્સાહ ભેર ભાગ લીધો. બ્લાઈન્ડ ક્રિકેટર હર્ષલ ના જણાવ્યા અનુસાર અમે ખેલ મહાકુંભ મા ક્રિકેટ રમીએ છે. પરંતુ આ વખતે અહી ક્રિકેટ રમી અમને આનંદ અહી રહ્યો છે. કારણ કે નોર્મલ રીતે અહી ક્રિકેટ ટુર્નામેન્ટન અમારા માટે યોજાઇ છે.

આ બ્લાઈન્ડ ક્રિકેટ ટુર્નામેન્ટન પ્રસંગે નેક્સસ ગૃપના ધર્મેશ પટેલ, અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલ, સોજીત્રાના ધારાસભ્ય વિપુલ પટેલ, બાલ્યમ ફાઉન્ડેશનના જીત પટેલ, ધી હ્યુમન સોસાયટીના અવિશ સહિત મોટી સંખ્યામા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार