કેન્દ્રીય ઉધોગ અને વાણિજ્ય મંત્રી શ્રી પીયુષ ગોયલ સંઘપ્રદેશ દમણની મુલાકાતે દમણ ભાજપ કાર્યાલય ખાતે આયોજિત કાર્યક્રમમાં રહ્યા હાજર
કેન્દ્રિય ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ ની મુલાકાતે. જ્યાં તેઓએ દમણમાં દમણ-દીવ અને દાદરા નગર હવેલી પ્રદેશ ભાજપના કાર્યાલય પર યોજાયેલા એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ પ્રસંગે દમણ-દીવનાં સાંસદ લાલુભાઇ પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ દિપેશ ટંડેલ સાથે દમણ-દીવ અને દાદરા નગર હવેલી ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.