ઉમરેઠ ભાજપમાં ભડકો
ઉમરેઠ પાલિકાના ભાજપના કાઉન્સિલરો હાલત સુડી વચ્ચે સોંપારી જેવી.
આણંદ જિલ્લા ભાજપ પ્રમુખે ઉમરેઠ પાલિકાના ભાજપના કાઉન્સિલરોને પક્ષ સાથે રહેવા આદેશ કરતાં મામલો ગરમાયો.
કાઉન્સિલરો પક્ષ સાથે ન રહે તો શિક્ષાત્મક કાર્યવાહી થાય, પક્ષ સાથે રહે તો કાનુની કાર્યવાહી થવાનો ડર.
ઉમરેઠ પાલિકાના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત થતાં જિલ્લા ભાજપ પ્રમુખે તમામ ભાજપના કાઉન્સિલરોને પ્રમુખ સાથે રહેવા જણાવ્યું છે. તેઓ પ્રમખુ સાથે રહે તો ડ્રેનેજ કામમાં એજન્સીને કામ પૂર્ણ કર્યા વગર નાંણા ચૂકવી દઇને ભ્રષ્ટ્રાચાર આચાર્યો હોવાની ફરિયાદ વિરોધ પક્ષ દ્વારા કમિશ્નરને કરવામાં આવી છે .ત્યારે પ્રમુખને સમર્થન કરે તો ભ્રષ્ટ્રાચાર સાથ આપવાના આરોપ લાગે તેમની સામે કાર્યવાહી થાય તેમ છે. અને પ્રમુખ ને સાથ ન આપે તો ભાજપ પક્ષ દ્વારા શિક્ષાત્મક કાર્યવાહી થાય આમ કાઉન્સિરોનો સુડી વચ્ચે સાપરી જેવો ઘાટ જોવા મળી રહ્યો છે.