सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

સુરત ખાતે ગ્લોબલ ઇન્વેસ્ટર કોન્ફરન્સ કાર્યક્રમ પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રિય જળ શક્તિમંત્રી સી.આર.પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં દેશ-વિદેશમાં વેપાર ક્ષેત્રે ભારતને ઘણુ મહત્વ મળી રહ્યુ છે. – સી.આર.પાટીલ

સુદર્શન ટીમ
  • May 3 2025 2:29PM

દેશનું અર્થતંત્ર કેટલુ મજબૂત છે તેમજ દેશ કઇ દિશામાં પ્રગતી કરી રહ્યો છે તેનો ઘણો આઘાર માર્કેટ પર રાખે છે. –  સી.આર.પાટીલ

આજની પેઢી આવનાર પેઢીમાટે પાણીનો સંગ્રહ કરવાનો સંકલ્પ કરે તે ખૂબ જરૂરી છે. –  સી.આર.પાટીલ

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, સુરત ખાતે ગ્લોબલ ઇન્વેસ્ટર કોન્ફરન્સ કાર્યક્રમ પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રિય જળ શક્તિમંત્રી સી.આર.પાટીલ ની વિશેશ ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં વેપાર ક્ષેત્રના રોકાણકારોને માર્ગદર્શન આપ્યુ હતું.

 સી.આર.પાટીલજીએ આ કાર્યક્રમમાં સંબોધન કરતા જણાવ્યું કે, આદરણીય વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં દેશ-વિદેશમાં વેપાર ક્ષેત્રે ભારતને ઘણુ મહત્વ મળી રહ્યુ છે,દેશ આજે તેમના નેતૃત્વમાં દરેક ક્ષેત્રે વિકાસ કરી રહ્યુ છે. આપણા દેશમાં રાજકીય સ્થિરતા જળવાઇ રહી છે તેના કારણે વેપારીઓને વેપાર કરવામાં સરળતા થાય છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જે રીતે અમેરિકામાં ટેરિફનો નિર્ણય કર્યો હતો તેના કારણે ત્યાના માર્કેટમાં પણ અસર જોવા મળી હતી. દેશનું અર્થતંત્ર કેટલુ મજબૂત છે તેમજ દેશ કઇ દિશામાં પ્રગતી કરી રહ્યો છે તે માર્કેટ જે રીતે કામ કરે છે તેના પર પણ ઘણો આઘાર રાખે છે. વેપાર ક્ષેત્રના અગ્રણીઓએ થોડુ રોકાણ જળ સંચયમાં કરવું જોઇએ. વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદી સાહેબે વર્ષ 2024મા સુરત ખાતેના એક કાર્યક્રમમાં કર્મ ભૂમિથી માતૃભૂમિ માટે સૌને મદદ માટે આગળ આવવું જોઇએ તે માટે આહવાહન કર્યુ હતું ત્યારપછી રાજસ્થાન,મધ્યપ્રદેશ અને બિહારના સુરતમા રહેતા વેપારીઓએ જળ સંચય માટે બોર તૈયાર કરવાનો સંકલ્પ કર્યો અને આજે ઘણા બોર તૈયાર થયા છે. છેલ્લા પાંચ મહિનામાં પાણીના સંગ્રહ માટે આશરે પાંચ લાખ સ્ટ્રકચર તૈયાર કરવામાં આવ્યા છે. આજની પેઢીએ આવનાર પેઢી માટે પાણીનો સંગ્રહ કરવાનો સંકલ્પ કરે તે ખૂબ જરૂરી છે.

આ કાર્યક્રમમા શહેર પ્રમુખ  પરેશભાઈ પટેલ, ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન  રાજનભાઈ પટેલ, શહેર મહામંત્રી  કિશોરભાઈ બિંદલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार