આવેદન આપી રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ અને ચોરો સામે કાર્યવાહી કરવા માંગ કરી
નવસારી જીલ્લામાં કેરીનું વેચાણ શરૂ થઈ ચૂક્યું છે. આ સાથે જ ચોરો પણ સક્રિય થઈ ગયા છે. નવસારીના પૂર્વ પટ્ટીના 15 જેટલા ગામોમાં કેરીની વાડીમાં રાત્રિના સમયે ખેત મજૂરો આવીને કેરી ચોરી કરી જાય છે અને બાદમાં તેનો રસ્તા પર વેચવા બેસે છે અથવા તો સ્થાનિક વજનકાંટા વાળાને ઓછા ભાવે વેચી દેતા હોય છે. આ બાદ કાંટાવાળા ઊંચાભાવે કેરી વેપારીઓને વેચે છે. જોકે, કાંટાવાળા ખેડૂતો કરતા કેરીનો ભાવ ઓછો રાખતા ખેડૂતોને આર્થિક નુકશાન પણ થઈ રહ્યું છે.
છેલ્લા એક મહિનાથી રોજ 1500 થી 2000 મણ કેરી ચોરાઈ રહી છે. જેના કારણે આજે આ 15 જેટલા ગામના ખેડૂતોએ ભેગા થઈને કલેકટરને આવેદન આપી કાર્યવાહી કરવા માંગ કરી છે. તો સાથે જ પોલીસ તંત્ર પાસે પણ રાત્રી દરમિયાન પેટોલિંગ કરી ચોરોને પકડી પાડવાની માંગ કરી છે. આ સમસ્યા દર વર્ષની હોવા છતાં તંત્ર દ્વારા નક્કર પગલા લઈ કેરી ચોર, રોડ સાઇડ પર વેચનારા લોકો તથા વજનકાંટા ધરાવનારા પર યોગ કાર્યવાહી કરવા માંગ કરી છે.