सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ચેતાવણી રૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે આણંદના ઓડ શહેર ત્રણ માગંણ મહિલાઓ દ્વારા દોઢ લાખની અર્ધ મૂર્છિત કરી ઠગાઈ કરી ફરાર

ત્રણેય મહિલાઓ સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતાં ખભોળજ પોલીસે ગુનો નોંધી ફૂટેજના આધારે ત્રણેયને શોધવાની કવાયત હાથ ધરી છે

ભાવેશ સોની
  • Feb 1 2023 10:54AM

ઓડના ચાંદની ચોકમાં રાજુભાઈ રાજપુરોહિત રહે છે.તેઓ વેપારી છે. તા-૨૯ ને રવિવારે તેઓ તેમના ધંધાના કામ અર્થે બહાર હતા.તે દરમિયાન તેમના ઘરે પત્ની કોમલબેન 14 વર્ષીય પુત્રી પ્રીતિ અને 11 વર્ષીય પુત્ર ઘરે હાજર હતા.એ દરમિયાન બપોરે ૧વાગે ત્રણ માગંણ મહિલાઓ આવી હતી. તેમણે જણાવ્યું કે ખોડિયાર જયંતી હોવાથી દરેકના ઘરે આર્શીવાદ આપવા જાય છે તેમ કહીને તેમને વિશ્વાસમાં લીધા.

એ પછી વાતચીતમાં આવેલા કોમલબેને ત્રણેયને જમાડ્યા પણ હતા. વધુમાં વાતોમાં હકીકત જાણીને ત્રણેય મહિલા પૈકી એક મહિલાએ તારે બહુ દુ:ખ દર્દ છે અને આ ચમત્કારિક પાંચ રૂપિયા તારા ઘરમાં બધી જગ્યાએ ફેરવી દે તેમ કહ્યું હતું. એ પછી જાણે બંને સંતાન અને કોમલબેન અર્ધ મૂર્છિત થઈ ગયા હતા. મહિલાઓએ ઘરમાં જેટલાં રૂપિયા પડ્યા હોય તે બધા આપી દે તેમ કહેતાં અર્ધ મૂર્છિત થયેલા કોમલબેને ઘરમાં ધંધાના પડેલા રૂપિયા દોઢ લાખ તેમને આપી દીધા હતા. એ પછી તમામ મહિલાઓ ઠગાઈ કરી ફરાર થઈ ગઈ હતી. જોકે, ભાન થતાં જ તેમણે સમગ્ર હકીકત પતિને જણાવી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार