सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

મતદાન જાગૃતિના પ્રચાર-પ્રસાર હેતુ ખેડા જિલ્લાના સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ સાથે બેઠક યોજાઈ

લોકસભા સામાન્ય ચૂંટણી-2024 માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી મતદાન જાગૃતિનો સંદેશ પહોંચાડવા અનુરોધ કરતા જિલ્લા ચૂંટણી અધિકારી અમિત પ્રકાશ યાદવ

યેશા શાહ
  • Apr 24 2024 5:10PM
જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં મતદાન જાગૃતિના પ્રચાર-પ્રસાર હેતુ ખેડા જિલ્લાના સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ સાથે કલેક્ટર કચેરી નડિયાદ ખાતે બેઠક યોજાઈ. જેમાં ખેડા જિલ્લાના ઈન્સ્ટાગ્રામ, યુ-ટ્યુબ, અને ફેસબુકમાં ફોલોઅર્સની મોટી સંખ્યા ધરાવતા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ જોડાયા હતા અને મતદાન જાગૃતિના સંદેશનો સક્રિયપણે પ્રચાર-પ્રસાર કરવા સંમત થયા હતા.

આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી અમિત પ્રકાશ યાદવે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ પાસે અભિવ્યક્તિની એક આગવી શૈલી હોય છે. વધુમાં, તેઓનું સામાન્ય જનતા સાથે સંપર્કક્ષેત્ર વિશાળ હોવાથી મતદાનના મહત્વ વિશે વધુ સારી રીતે સમજાવી શકાય છે. ત્યારે ખેડા જિલ્લાના આ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ તેમની આગવી શૈલીના ઉપયોગ અને આદર્શ આચારસંહિતાનું પાલન કરી મતદાન જાગૃતિના કાર્યમાં સહભાગી થાય તેવી જિલ્લા ચૂંટણી અધિકારીએ અપીલ કરી હતી. 

વધુમાં, જિલ્લા વિકાસ અધિકારીએ પણ લોકશાહી વ્યવસ્થામાં મતદાનનું મહત્વ સમજાવી મતદાન પ્રક્રિયાની સકારાત્મક બાબતોનો પ્રચાર-પ્રસાર કરવા વિનંતી કરી હતી. ઉપરાંત, સ્વીપ નોડલ કલ્પેશ રાવલ દ્વારા જિલ્લામાં ચાલી રહેલા મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો વિશે ઈન્ફ્લુએન્સર્સને માહિતગાર કરવામાં આવ્યા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार