सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

સેવાલીયા યુનિટના હોમગાર્ડ જવાનને ઉત્કૃષ્ટ અને વિશિષ્ટ કામગીરી કરવા બદલ સન્માન પત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરવામા આવ્યું

પોલીસ અધિક્ષક ખેડા-નડીયાદ નાઓના વરદ હસ્તે સન્માન પત્ર એનાયત કરી પ્રોત્સાહન પુરુ પાડેલ

યેશા શાહ
  • Apr 13 2024 6:22PM
પોલીસ અધિક્ષક ખેડા નડીયાદ નાઓએ તા. ૧૩/૦૪/૨૦૨૪ નારોજ જીલ્લામા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થીતીને જાળવી રાખવા તેમજ નાગરીકોની સલામતી/સુખાકારી ને વધુ સુધળ બનાવવા જીલ્લાના તમામ પોલીસ અધિકારીઓ સાથે ક્રાઈમ કોન્ફરન્સનુ આયોજન કરી જરૂરી સુચનો અને માર્ગદર્શન આપવામાં આવેલ. તથા જીલ્લામાં કાર્યરત પોલીસ અધિકારી/ કર્મચારી, તથા હોમગાર્ડ/ જી.આર.ડી. સભ્ય નાઓઓ કરેલ ઉત્કૃષ્ટ અને વિશિષ્ટ કામગીરી કરનારને સન્માનિત કરવામા આવેલ.

જેમા ખેડા જીલ્લાના ડાકોર ખાતે ફાગણી પૂનમના દિવસે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ડાકોરમાં રણછોડરાયજીના દર્શને ઉમટી પડે છે, ત્યારબાદ મોટાભાગના શ્રદ્ધાળુઓ નજીકમાં આવેલા ગળતેશ્વર મહિસાગર નદીમાં સ્નાન કરવા જાય છે. જેથી મહિસાગર નદીના કાંઠે મોટી સંખ્યામા માનવ મહેરામણ ઉમટી પડે છે. જેથી કાયદો અને વ્યસ્થાની પરિસ્થીતીને જાળવી રાખવા સારુ પોલીસ બંદોબસ્ત ગોઠવવામા આવે છે. તા. ૨૪/૦૩/૨૦૨૪ ના મહિસાગર નદીના કઠિ નદીના પાણીમાં નાહવા પડેલ અમદાવાદનો એક ૧૫ વર્ષિય કિશોર પ્રકાશ બાલાભાઈ રાવળ, પાલડી, એકાએક પાણીમાં ડૂબવા લાગેલ હતો. સ્થાનિકોએ બુમરાણ મચાવતાં વિજયકુમાર રતનસિંહભાઈ સોઢા પરમાર સેવાલીયા યુનિટ નાઓએ પોતાના જીવના જોખમે નદીના પાણીમા છલાંગ લગાવી દીધી હતી અને ગણતરીના સમયમાં કિશોરને નદિના પાણીમાંથી જીવિત બહાર કાઢી પાણીમા ડુબતા ઉગારી પોતાની સુઝબુઝ અને બહાદુરીથી માનવતાનુ ઉત્તમ ઉદાહરણ પુરુ પાડેલ જે મહત્વની કામગીરીની સગર્વ નોંધ લઇ ઉત્કૃષ્ટ અને વિશિષ્ટ કામગીરી બદલ પોલીસ અધિક્ષક ખેડા-નડીયાદ નાઓએ વિજયકુમાર રતનસિંહભાઈ સોઢા પરમાર સેવાલીયા યુનિટ નાઓને સન્માન પત્ર એનાયત કરી પ્રોત્સાહન પુરુ પાડ્યું.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार