सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

દક્ષિણ કોરિયામાં મુત્યુ કરતા જન્મ દર શા માટે ઘટી રહયો છે ?

દક્ષિણ કોરિયાએ જન્મ દરનું પ્રમાણ વધે તે માટે ૧૬૬ અબજ ડોલર ખર્ચ્યા બાળકોના પાલન પોષણનો તોતિગ ખર્ચ અને ઉંચા મકાન ભાડા જવાબદાર

MANU PRATAP
  • Jan 7 2021 10:28AM

7, જાન્યુઆરી,૨૦૨૧, ગુરુવાર 

એશિયન દેશોમાં પ્રચંડ વસ્તી વિસ્ફોટ એક સમસ્યા બની ગયો છે પરંતુ દક્ષિણ કોરિયા દેશમાં વસ્તીમાં ઘટાડો થયો છે. વિશ્વની ૧૨ મી મજબૂત મૂડીવાદી અર્થવ્યવસ્થા ગણાતા દક્ષિણ કોરિયાના નાગરિકો આમ તો વિશ્વમાં લાંબુ આયુષ્ય ધરાવે છે સાથો સાથ ઓછો જન્મદર પણ ધરાવે છે. તાજેતરમાં ગૃહ મંત્રાલય દ્વારા આંકડા બહાર પાડવામાં આવ્યા જેમાં ૫.૧૮ કરોડ વસ્તી થઇ હતી જે ગત વર્ષની સરખામણીમાં ૨૦૮૩૮ ઓછી હતી. છેલ્લા કેટલાક વર્ષોથી દક્ષિણ કોરિયામાં જન્મ દર ઘટી રહયો હતો પરંતુ પ્રથમ વાર વસ્તીમાં ઘટાડો નોંધાયો છે જે ચિંતાજનક છે. દક્ષિણ કોરિયા ભલે વિકસિત અને ધનવાન હોય તેમ છતાં એવા વિસ્તારો પણ છે જયાં આરોગ્ય, શિક્ષણ અને રોજગારીની સમસ્યા ધરાવે છે.

આ વિસ્તારોમાં વસ્તીનું પ્રમાણ ઘટી રહયું છે. વસ્તી ઘટાડો થઇ રહયો હોવાથી સામાજીક ક્ષેત્રના નિષ્ણાતો સરકારની નીતિઓમાં ધરમૂળથી ફેરફાર કરવા પર ભાર મુકી રહયા છે. સરકારની કેટલીક નીતિઓના કારણે લોકો લગ્નજીવન અને બાળકો પેદા કરવાથી વિમૂખ થઇ રહયા છે. બાળકોના પાલન પોષણનો તોતિગ ખર્ચ અને ઉંચા મકાન ભાડા  હોવાથી નવ પરણીતો ફેમિલી પ્લાનિંગથી દૂર ભાગી રહયા છેે. યુવાનોને સારા પગારવાળી નોકરીઓ મળતી ના હોવાથી સ્થિર જીવન મુશ્કેલ બની રહયું છે.દક્ષિણ કોરિયામાં પુરુષોની સાથે મહિલાઓ પણ નોકરી અને વ્યવસાય ક્ષેત્રમાં સંકળાયેલી છે.

આ મહિલાઓ  માટે પોતાની કરિયરની સાથે ઘરકામ અને બાળકોની સંભાળનો બોજ વેંઢારવો મુશ્કેલ પડે છે. સરકારે અત્યાર સુધી જન્મ દરનું પ્રમાણ વધે તે માટે  ૧૬૬ અબજ ડોલરનો ખર્ચ કર્યો છે પરંતુ તેમ છતાં પરીણામ મળ્યું નથી. એક અનુમાન મુજબ જો દક્ષિણ કોરિયામાં જન્મદરની આ જ સ્થિતિ યથાવત રહી તો ૨૦૬૭માં વસ્તી ઘટીને ૩.૯ કરોડ થઇ જશે, એટલું જ નહી સરેરાશ લોકો ૬૨ વર્ષની ઉંમર ધરાવતા હશે. મૂડીવાદી દેશ હોવાથી આવકમાં અસમાનતા અને રોજગારીની એકસરખી ભરપૂર તકો ના હોવાથી પરીવારનું પાલન પોષણ અઘરુ બની રહયું છે.

જરૂર  શેયર   કરે  

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार