सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

વિસાવદરના ચાપરડા ગામે સમી સાંજે સિંહો ગામ માં ઘુસ્યા

શેરી અને ઘરમાં ઘૂસી બે વાછરડા નાં કરીયા મારણ એક નેં કરીયો ઘાયલ

વિપુલ લાલાણી
  • Jun 26 2022 6:38PM

 વિસાવદરના ચાપરડા ગામે સમી સાંજે સિહો ગામની શેરી અને ઘરમાં ઘૂસીને બે વાછરડા ના મારણ કરેલ અને એક વાછરડાને ઘાયલ કરેલ સિંહો ને જોવા માટે ગામ લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતાં. જેના વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે.


 વિસાવદર તાલુકાના ચાપરડા ગામે ગઈકાલે સમી સાંજે ત્રણ સિંહોનું ગૃપ ગામ નજીક આવેલા. જેમાંથી એક સિંહ ગામ બહાર રોકાઈ ગયેલ અને બે સિંહો ગામમાં ઘૂસીને બે વાછરડા ના શિકાર કરેલ અને એક વાછરડાને ઈશા કરેલ હતી. જેમાંથી એક વાછરડાને ગામમાં રહેતા રાજેશભાઈ દેવજીભાઈ બુહા ના મકાનમાં પ્રવેશીને એક વાછરડાનું મારણ કરેલ અને બીજા એક સિંહે ગામની શેરી માંથી એક વાછરડાનું મારણ કરેલ અને એક વાછરડાને ઇજાઓ કરીને શિકાર કરે તે પહેલા ગામલોકોએ તેને મોતના મુખમાંથી બચાવી લીધેલ. જ્યારે શિકાર કરેલ વાછરડાઓને બંને સિંહોએ ગામમાં જ મિજબાની માણી હતી આ દ્રશ્યો જોવા માટે ગામલોકો મોટી સંખ્યામાં જોવા આવી ગયેલ હતા.


સોશિયલ મીડિયામાં વાઇરલ વિડીયો જોતા એવું લાગી રહ્યું છે કે વાછરડાના શિકારની મીજબાની માણી રહેલ સિંહ પર લાઈટનો પ્રકાશ આવતા સિંહ શિકાર છોડીને દૂર જવા લાગે છે અને સામે સિંહ ને જોતા લોકો તરફ જતા લોકોમાં દોડધામ મચી ગયેલ હોય તેવું વીડિયોમાં દેખાઈ રહ્યું છે?


આ બાબતે ગામલોકો સાથે વાત કરતા તેમણે જણાવેલ કે આતો અમારે રોજની દિનકીયા હોય તેવું લાગી રહ્યું છે કારણકે આ સિંહો નું ટોળું છેલ્લા ઘણા સમયથી અમારા ગામ નજીક માં જ આટા ફેરા મારી રહ્યું છે અને અનેકો વાર ગામમાં પ્રવેશ કરી મારણ કરીને જતા રહે છે.


એશિયાટિક સિંહો હવે માત્ર ગીરના જંગલમાં જ રહ્યા છે ત્યારે ગીરની અંદર પૂરતો ખોરાક ન મળવાને કારણે સિંહો જંગલ છોડીને ગામડાઓ અને એશિયાટિક સિંહો હવે માત્ર ગીરના જંગલમાં જ રહ્યા છે ત્યારે ગીરની અંદર પૂરતો ખોરાક ન મળવાને કારણે સિંહો જંગલ છોડીને ગામડાઓ અને શહેર તરફ વળ્યા છે ત્યારે હજી પશુઓના જ મારણ કરે છે ત્યાં સુધી તો ઠીક છે પરંતુ જ્યારે માણસો ના શિકાર કરવા લાગશે ત્યારે ગંભીર સમસ્યા ઊભી થશે જેથી આ બાબતે વનવિભાગે ગંભીરતા દાખવીને જે સીહો જંગલ છોડીને બહાર નીકળે છે તેમની પાછળ વનવિભાગના સ્ટાફે સતત મોનિટરિંગ રાખવું જરૂરી છે જેથી કોઈ ગંભીર બનાવ ન બની શકે.
 

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार