सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

વીરપુર તાલુકાના કેવડિયા ગામે અગમ્ય કારણોસર આગ લાગતા મકાન માલિકને 1 લાખ પાંચ હજારની સહાય આપવામાં આવી

મહીસાગર જિલ્લામાં વીરપુર તાલુકાના કેવડિયા ગામે મસૂરભાઈ મોતીભાઈ ખાંટના મકાનમાં થોડા દિવસ પહેલા રાત્રીના આશરે 3 વાગે અચાનક આગ લાગતા ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી

વિમલ પટેલ
  • Dec 9 2022 3:37PM

મહીસાગર જિલ્લામાં વીરપુર તાલુકાના કેવડિયા ગામે મસૂરભાઈ મોતીભાઈ ખાંટના મકાનમાં થોડા દિવસ પહેલા રાત્રીના આશરે 3 વાગે અચાનક આગ લાગતા ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી જેમાં ઘર માલિકને એક લાખ રૂપિયાથી વધુનું નુકસાન થવા પામ્યું હતું. મોડી રાત્રે મકાનમાં અચાનક લાગેલી આગથી કેવડિયા ગામે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
     
વીરપુર તાલુકાના કેવડિયા ગામના મંદિરવાળા ફળિયામાં મસૂરભાઈના લાકડાની છત વાળા મકાનમાં ઘાસના પૂળા પડેલા હોવાથી આગ વધુ પ્રસરી હતી. અચાનક આગ લાગતા ઘરમાંથી પરિવારજનો તો હેમખેમ બહાર આવી ગયા હતા પરંતુ મકાનના રહેલા કપડાં,દસ્તાવેજ તેમજ ઘરવખરી બળીને ખાક થઈ ગઈ હતી. આગનું સ્વરુપ એટલું વિકરાળ હતુ કે જોતજોતામાં આખા મકાનને જપેટમાં લઈ લીધું હતું.લાકડાના ઘરમાં ઘાસના પૂળા પડેલા હોવાથી આગ જલદી પ્રસરી હતી.

આગની જાણ થતા સ્થાનિકો દોડી આવ્યા હતા અને તેઓએ પાણી છાંટવાનું શરુ કરી દીધુ હતુ. પરિવારજનોને અંદાજે રૂ.1લાખથી વધારેનુ નુકસાન થયું હોવાનું તલાટીને જણાવ્યું હતું. ત્યારે આજ રોજ વીરપુર તાલુકા પંચાયત ખાતે જિલ્લા પંચાયતના સદસ્ય પીનાકીનભાઇ શુક્લ,વીરપુર તાલુકા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન જીગરભાઇ પટેલ અને વરધરા ગ્રામ સરપંચના સરપંચ કવનભાઇ પટેલેની અધક્ષતા માં રૂ.105800નો ચેક સહાય રૂપે આપતા પરિવારજનોએ આભાર વ્યક્ત કર્યો હતો.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार