सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

વાલોડ તાલુકાના બુહારી ખાતે આદિવાસી પંચો દ્વારા બુહારી ચાર રસ્તા સર્કલ પર આદિવાસી જન નાયક બિરસા મુંડાની પ્રતિમા મૂકવામાં આવી

વાલોડ તાલુકાના બુહારી ખાતે આજ રોજ તાપી અને સુરત જિલ્લાના આદિવાસી પંચો દ્વારા આદિવાસી જન નાયક બિરસા મુંડાની પ્રતિમા તથા આદિવાસી દિવસની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું

વિકાસ શાહ
  • Aug 10 2022 10:22AM
આજ રોજ તાપી જિલ્લાના  વાલોડ, ડોલવણ અને સુરત જિલ્લાના મહુવા, બારડોલી અને પલસાણા તાલુકાના આદિવાસી સમાજના પંચો દ્વારા આજે સૌ અલગ અલગ જગ્યાએ આદિવાસી દિવસ ઉજવણી ધામધૂમથી કરતા કરતા રેલી સ્વરૂપે બુહારી ખાતે આવી આદિવાસી જન નાયક બિરસા મુંડાની પ્રતિમા નું અનાવરણ કરવામાં આવ્યું હતું.

આજે હજારોની સંખ્યામાં માં આદિવાસી સમાજ ના લોકો બુહારી ખાતે ચાર રસ્તા સર્કલ પર ભેગા થયા હતા. આજે સવારે સરકારી કાર્યક્રમ પણ બુહારી માં યોજયો હતો અને ત્યાર બાદ આદિવાસી પંચનો પણ કાર્યક્રમ બુહારીમાં હોય જેને કારણે આજે બુહારી ગામ આદિવાસીમય બની ગયું હતું. આજે સવાર થી જ આદિવાસી સમાજ ના લોકો વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી માં ભાગ લેવા માટે બુહારી ખાતે મોટી સંખ્યામાં આવી રહ્યા હતા.જ્યાં નજર કરો ત્યાં અને જે રસ્તા ઉપર નજર કરો ત્યાં માત્ર અને માત્ર આદિવાસીઓ નજરે પડી રહ્યા હતા.

આદિવાસી પંચો તેમના પરંપારિક વાજિંત્રો તથા ડીજેના તાલે પોતાના ભગવાનની પ્રતિમાનું અનાવરણ બુહારી ચાર રસ્તા સર્કલ પર થઈ રહ્યું હોય પોતાની એકતા અને તાકાત બતાવવા બુહારી સર્કલ પર હજારોની સંખ્યા માં ભેગા થયા હતા.

આ પ્રસંગે તાપી પોલીસ દ્વારા પણ કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે સંપૂર્ણ ધ્યાન આપવામાં આવ્યું હતું.

આદિવાસી પંચની લાગણી આજરોજ પૂર્ણ થઈ હોય એવું લાગી રહ્યું હતું બિરસા મુંડા ભગવાન ની પ્રતિમાનું અનાવરણ સમાજના લોકો દ્વારા કરવામાં આવ્યું છે. આજે આદિવાસી પંચ અને આદિવાસી સમાજ દ્વારા ખૂબ ઉત્સાહ અને આનંદ થી આજનો દિવસ ઉજવ્યો હતો જેમાં નાના બાળકોથી લઈને યુવાનો અને વડીલો ખૂબ ઉત્સાહભેર આ ઉજવણીમાં જોડાયા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार