सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

૧૭૦ મહુવા વિધાનસભા સીટના વાલોડ તાલુકાના બુહારી ગામે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી

રાજ્યના મહેસુલ વિભાગના કેબિનેટ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીના હસ્તે વાલોડ તાલુકાના બુહારી ખાતે વાલોડ,મહુવા અને બારડોલી તાલુકાના ૩૮૯૩૩ લાભાર્થીઓને ૮.૭૪ કરોડના ખર્ચે વિવિધ યોજનાકિય સહાયપત્રો, સન્માન પત્રો એનાયત કરાયા

વિકાસ શાહ
  • Aug 10 2022 10:18AM

તાપી જિલ્લામાં સમાવિષ્ઠ ૧૭૦ મહુવા વિધાનસભા સીટ ઉપર વાલોડ તાલુકાના બુહારી ખાતે મહેસુલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા, સુરત જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ પટેલ,માજી મંત્રી ઈશ્વરસિંહ પરમાર, કાર્યપાલક નિયામક જી.એસ.પરમાર,  તાપી જિલ્લા કલેક્ટર એચ. કે. વાઢવાણિયાની ઉપસ્થિતીમાં "વિશ્વ આદિવાસી દિવસ"ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
       
મહેસુલ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ આદિવાસીઓની કૂળદેવી યાહામોગી માં,ભગવાન બિરસા મુંડાને વંદન કરી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનો પ્રારંભ કરતા જણાવ્યું હતું કે આજનો દિવસ અદભૂત અને પવિત્ર છે. આદિવાસી લોકોએ સમગ્ર વિશ્વને સંસ્કારો શિખવાડ્યા છે. માજી વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ સૌપ્રથમ આદિવાસી લોકો માટે અલગ મંત્રાલય શરૂ કર્યું હતું. દેશની આઝાદી ના ૭૫ વર્ષની ઉજવણી આપણે ઉલ્લાસભેર કરી રહ્યા છે. દેશના બંધારણનું સર્વોચ્ચ પદ આદિવાસીને મળ્યુ છે. ત્યારે આપણે ગૌરવની લાગણી અનુભવીએ છીએ. આજે સમગ્ર ગુજરાતમાં ૧૩૦૦ કરોડના લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવ્યા છે. ૧૨ લાખથી વધુ આદિવાસી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિરૂપે રૂા.૧૫૦ કરોડ ચૂકવવામાં આવ્યા છે. આદિવાસીઓની વાત આવે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર ક્યારેય પાછળ ન પડે.૧૧ હજાર વનઅધિકાર પત્રો આદિવાસીઓને આપવામાં આવ્યા છે.
         
ઉકાઈ ડેમ બન્યો ત્યારે કુકરમુંડા, નિઝર અને ઉચ્છલ તાલુકામાં જમીન સંપાદન થઈ હતી. જે જ્યાં રહેતા હોય ત્યાં રહેણાંક માટે પ્લોટ નવી શરતથી અપાયા હતા. જેને લોકો વેચી પણ શકતા નથી.આજે મહેસુલ મંત્રી તરીકે પ્રશ્નોનો ઉકેલ આવે તે માટે એક જ અઠવાડિયામાં ઉચ્ચ કક્ષાની બેઠક યોજી હકારાત્મક નિકાલ લાવવાનો પ્રયાસ કરાશે. હું તાપી જિલ્લા વહીવટી તંત્રને આવા પ્રશ્નોના સુચારૂ ઉકેલ માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું.
   
વધુમાં અન્ય સમાજે આદિવાસીઓ ની જમીન પડાવી લીધી હશે તો કોઈને છોડવામાં નહીં આવે તેવી મહેસુલ મંત્રી ત્રિવેદીએ તાકિદ કરી હતી.સાથે સાથે વારસાઈના હકોમાં હવે પછી સીધી લીટીના તમામ વારસદારોના નામ દાખલ કરી શકાશે.
           
ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાએ  નવ નદી કાંઠે વસેલા મારા વિધાનસભા વિસ્તારમાં લોકો સિંચાઈથી ખેતી કરી શકે તે માટે ઉદવહન સિંચાઈ યોજના આપવામાં આવી છે. ૪૬ જેટલા પુલો મંજૂર કરાયાછે. નલ સે જલ યોજના હર ઘર સુધી મળવાની છે.શિક્ષણ ક્ષેત્રે વિકાસ થાય તે માટે અને આદિવાસી સંસ્કૃતિને જાળવવા બિરસા મુંડા યુનિવર્સીટીની સ્થાપના કરવામાં આવી છે.


તાપી  કલેકટર એચ.કે.વઢવાણિયા એ સૌ મહાનુભાવોનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે આજે આપણા માટે ગૌરવપૂર્ણ દિવસ છે. વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આજે ૩૮,૮૩૩ લાભાર્થીઓને ૮.૭૪ કરોડના લાભો એનાયત થનાર છે. આગામી ૧૩ થી ૧૫ ઓગષ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન તાપી જિલ્લામાં આગવુ પ્રદાન કરશે. વધુમાં મતદાર સુધારણા કાર્યક્રમમાં લોકશાહી પર્વની ઉજવણી સારી રીતે કરવા ઉપસ્થિત નાગરિકોને અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે મંત્રી તથા મહાનુભવો ના હસ્તે આદિવાસી સમાજના વિશિષ્ટ સિદ્ધિ  મેળવનાર પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, પ્રગતિશીલ ખેડૂતો, પશુપાલકો, વિદ્યાર્થીઓ, કલાકારો અને રમતવીરોને પ્રમાણપત્રો આપી સન્માનિત કરાયા હતા. સાથે વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત  વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભો/ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું ચૌધરી, ઢોડિયા, હળપતિ સમાજના કલાકારોએ પારંપરિક નૃત્ય રજુ કરી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા.
       
પ્રાયોજના કચેરી સોનગઢ દ્વારા સમગ્ર તાપી જિલ્લામાં ૨૬૫૫ લાભાર્થીઓને કુલ ૧.૭૧ કરોડના લાભો અપાયા હતા. જ્યારે આદિજાતિ વિકાસવિભાગ વ્યારા દ્વારા કુલ ૯૩,૬૯૬ લાભાર્થીઓને રૂા.૧.૨૮ કરોડના લાભો એનાયત કરાયા હતા. આમ વિવિધ વિભાગો દ્વારા કુલ એકંદરે ૯૬,૪૮૪ લાભાર્થીઓને રૂા.૩૦.૩૩ કરોડના લાભો આપવામાં આવ્યા હતા.
    
બુહારી ખાતે યોજાયેલ વિશ્વ આદિવાસી દિવસ  ઉજવણીમાં પ્રાયોજના વહીવટદાર સુ અંકિતા પરમાર, પ્રાંત અધિકારી આર.સી.પટેલ, જિલ્લા પુરવઠા અધિકારી  સાગર મોવાલિયા,વાલોડ મામલતદાર જયેશ…

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार