सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

USના વિઝા અપાવવાને બહાને સાઢુએ જ રૂ.10 લાખની છેતરપિંડી કરી

નવા વાડજ વિસ્તારમાં બનેલી ઘટના મહેસાણાના રહેવાસીના પુત્ર અને પુત્રવધૂના વિઝા માટે નાણાં લીધા હતા : સાઢુ સહિત બે સામે ગુનો

MANU PRATAP
  • Jan 6 2021 10:41AM

અમદાવાદ, તા.  6 જાન્યુઆરી, 2021, મંગળવાર

મહેસાણાના રહેવાસીના પુત્ર અને પુત્ર વધુના વિઝા કરી આપવાને બહાને 10 લાખની છેતરપિંડી કરાતા આ અંગે વાડજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. રહેવાસીના સાઢુએ તેના ઓળખીતા સાથે મળીને ઠગાઈ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મહેસાણાના કડીમાં રહેતા બાબુલાલ ભીખાભાઈ પટેલ (60)ના પુત્ર જયમીન(32) અને પુત્રવધુ વર્ષાબહેનને 2017માં યુએસએ ફરવા જવાનું હતું. આથી બાબુલાલે તેમના નવા વાડજમાં સ્રીનાથ એપાર્ટમેન્ટમાં રહેતા સાઢુ મનીષ અરવિંદભાઈ ભટ્ટને વાત કરી હતી.

બાદમાં મનીષે તેમને કહ્યું હતું કે તેના ઓળખીતા મિત્ર વિજય ડી.ખાડે મુંબઈ દાદરાનગર ખાતે રહે છે એ તમારૂ કામ કરી દેશે. તે મારા ઘરે આવશે એટલે હું તમને ફોન કરીશ.

બાદમાં મનીષે બાબુલાલને ફોન કરીને વિજય ખાડે તેના ઘરે આવવાનો હોવાથી તમે તમારા પુત્ર અને પુત્રવધુને 10 લાખ સાથે લઈને આવજો, એમ કહ્યું હતું. બાબુલાલે તેમના સંબંધીઓ પાસેથી ત્રણ લાખની વ્યવસ્થા કરી હતી અને સાત લાખ તેમના જમાઈ પિયુશકુમાર એ.પટેલ પાસે માંગતા તેમણે સાડા ત્રણ સાડા ત્રણ લાખના બે ચેક આપ્યા હતા.

બાદમાં 9 ઓક્ટોબર 2017ના રોજ બાબુલાલ તેમના પુત્ર અને પુત્રવધુ સાથે તેમના સાઢુ મનીષ ભટ્ટના ઘરે ગયા હતા. જ્યાં વિજય ખાડેને રૂ.10,00,000 લાખ ચેક અને રોકડેથી આપ્યા હતા અને રૂ.100 ના સ્ટેમ્પ પેપર પર લખાણ લીધું હતું. વિજય ખાડેએ 40 દિવસમાં વિઝા અપાવી દેશે, એમ કહ્યું હતું. જ્યારે સ્ટેમ્પ પેપરનું લખાણ મનીષે પોતાના ઘરે રાખ્યું હતું.

આ લખાણ મનીષે 12 મહિના પછી બાબુલાલને આપ્યું હતું. જોકે બાદમાં બન્ને વિઝા માટે બહાના બતાવવા લાગ્યા હતા. એકાદ મહિના પહેલા બાબુલાલ મનીષના ઘરે ગયા ત્યારે મનીષે હવે પછી મારા ઘરે આવવું નહી અને આવશો તો તમારા હાથ પગ તોડી નાંખીશ, એવી ધમકી આપી હતી. આથી બાબુલાલે મનીષ ભટ્ટ અને વિજય ખાડે વિરૂધ્ધ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार