सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ગઢડા ,ઉમરાળા,વલભીપુર ૧૦૬ વિધાનસભા સીટના વિજેતા ભાજપના ઉમેદવાર

જાણો ભાજપના કદાવર નેતા મહંત શંભુ પ્રસાદ ટુંડીયા જીને

મહેન્દ્ર વાઘેલા
  • Dec 9 2022 1:57PM

શંભુનાથજી ટુન્ડિયા કે જેઓ ભારતીય જનતા પાર્ટી માંથી ગઈકાલે વિધાનસભાની ચૂંટણીમાં ગઢડા બેઠક ૧૦૬ પરથી ૨૬૬૯૪ મતની સરસાઇથી વિજય મેળવ્યો છે. શંભુનાથજીની ઉમેદવાર તરીકેની પસંદગી ‌આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમીતભાઈ શાહ દ્વારા કરવામાં આવી હતી.

તેમનો જન્મ ગુજરાતનાં અમદાવાદ જિલ્લાનાં ધંધુકા તાલુકાનાં ઝાંઝરકા નામના નાના ગામમાં થયો હતો. તે બે ભાઈઓમાં નાના છે. તેમણે તેમનું પ્રાથમિક શિક્ષણ સરકારી પ્રાથમિક શાળા ધંધુકામાં પૂરું કર્યું અને GPSC પરીક્ષા પાસ કરી અને નાયબ પોલીસ અધિક્ષક (Dy. SP) તરીકે કોલ લેટર મેળવ્યો, જોકે તેમણે પોસ્ટનો ઇનકાર કર્યો અને ઝાંઝરકના સવૈયાનાથ ધામ ખાતે મહંત બનવાનું પસંદ કર્યું.

તેમને તિરુપતિ બાલાજી મંદિરના ટ્રસ્ટી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સપ્ટેમ્બર 2017માં, ભારતીય જનતા પાર્ટી ગુજરાતે તેમને ભાજપ મોરચાના પ્રદેશ અધ્યક્ષ તરીકે જાહેર કર્યા. 2007-2012 દરમિયાન, તેઓ ગુજરાતના દસાડા મતવિસ્તારમાંથી વિધાનસભાના સભ્ય હતા.

રાજકીય રીતે તેઓ તેમની યુવાનીથી સક્રિય હતા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદના સ્વયંસેવક બન્યા હતા. તેઓ દસાડા વિધાનસભા મતવિસ્તારમાંથી વિધાનસભાના સભ્ય બન્યા. વર્ષ 2014 માં, તેઓ ગુજરાતમાંથી રાજ્યસભા માટે ચૂંટાયા.

તેમની સંગઠન કુશળતા પાર્ટી માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતી અને તેઓ સપ્ટેમ્બર 2017 માં રાજ્ય એકમ BJP SC મોરચાના અધ્યક્ષ બન્યા. આ સાથે તેઓ ગુજરાત વિધાનસભાની યોજાયેલ ચૂંટણીમાં ભાજપના વિજેતા ઉમેદવાર બન્યા છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार