सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

રામ મંદિરને ઉડાવવાની ધમકી, આતંકી પન્નુંએ વીડિયો શેર કરી આપી ધમકી, હચમચાવી દઇશું અયોધ્યા

તેમણે કહ્યું છે કે અયોધ્યાના રામ મંદિરમાં 16 અને 17 નવેમ્બરે હિંસા થશે. કહેવામાં આવી રહ્યું છે કે પન્નુએ આ વીડિયો કેનેડાના બ્રેમ્પટનમાં રેકોર્ડ કર્યો છે.

Jashu Bhai Solanki
  • Nov 11 2024 2:13PM

કેનેડાના પ્રોત્સાહનને કારણે ખાલિસ્તાનીઓ એટલા ઉત્સાહિત થઇ ગયા કે હવે ખાલિસ્તાનિઓ દ્વારા અયોધ્યાના શ્રી રામ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે. તેમજ સીધી ધમકી આપવાનું શરુ કરી દીધું છે. ખાલિસ્તાની આતંકવાદી ગુરપવંત સિંહ પન્નુએ એક વીડિયો દ્વારા જાહેરાત કરી હતી કે હિન્દુઓની આસ્થાના કેન્દ્ર શ્રી રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે.

આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસના ચીફ પન્નુએ જાહેર કરેલા વીડિયોમાં કહ્યું, '16 અને 17 નવેમ્બરે અયોધ્યાના રામ મંદિરમાં હિંસા થશે.' કહેવામાં આવી રહ્યું છે કે પન્નુએ આ વીડિયો કેનેડાના બ્રેમ્પટનમાં રેકોર્ડ કર્યો છે. આ વીડિયોમાં રામ મંદિર તેમજ અન્ય ઘણા હિંદુ ધાર્મિક સ્થળો સામે હિંસા ભડકાવવાની ધમકી પણ આપવામાં આવી છે.

વીડિયોમાં પન્નુએ આગળ કહ્યું, અમે હિન્દુત્વ વિચારધારાની જન્મભૂમિ અયોધ્યાનો પાયો હચમચાવી નાખીશું.' પન્નુની આ ધમકીને ભારતના સૌથી પવિત્ર સ્થાનોમાંથી એક (રામ મંદિર) માટે સીધો ખતરો માનવામાં આવી રહ્યો છે. પન્નુના વિડિયોમાં પીએમ મોદી અયોધ્યા રામ મંદિરમાં પ્રાર્થના કરતા હોવાની તસવીરો પણ જોવા મળે છે. ખાલિસ્તાની આતંકવાદીએ કેનેડામાં રહેતા ભારતીયોને હિન્દુ મંદિરો પરના ખાલિસ્તાની હુમલાઓથી દૂર રહેવાની ધમકી પણ આપી છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार