सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ઠાસરા નગરમાં પાણીની તકલીફને લઈને સ્થાનિકોએ રોષ ઠાલવ્યો

પાણી માટે હલ્લાબોલ કરતા પોલીસ આવી મામલો થાળે પાડ્યો

મયંક રાવલ
  • May 27 2022 7:58PM

છેલ્લા કેટલાક દિવસથી ઠાસરા નગરમાં પાણીની સમસ્યા સર્જાય રહી છે પ્રિમોન્સૂન  કામગીરી કરતા સમયે JCB દ્વારા પીવાના પાણીની પાઈપલાઈન તોડી પડતાં પાણીની સમસ્યા સર્જાઇ હતી નગરપાલિકા દ્વારા પાણી માટે ટેન્કર મારફતે પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે આ સાથે રહીશો અને મહિલાઓ દ્વારા હલ્લાબોલ કરવામાં આવતા પોલીસે મામલો થાળે પાડ્યો હતો

ઠાસરા નગર પાલિકા આમ જનતાને પાયાની સુવિધાઓ આપવામાં પાણીમાં બેસી...ઠાસરા નગરપાલિકાની લાલિયાવેડાના કારણે આખુ ઠાસરા નગર કાળજાળ ગરમીમાં સતત 5 થી 6 દિવસ પીવાના પાણીની મુશ્કેલીઓ ભોગવી રહી છે. આખુ નગર ઉનાળામાં પાણી વગર વાલખા મારતું રહ્યું...


ખેડા જિલ્લા ઠાસરા નગર પાલિકા સરકારની હર ઘર નળ ઘર ઘર જળ, નલ સે જલ જેવી સરકારી યોજનાઓ પુરી પાડવામાં નાકામ નીકળી...  શહેરમાં ઠેર ઠેર ટેન્કરો દ્વારા અનિયમિત રીતે પીવાનું પાણી પૂરું પડતું રહ્યું..ઠાસરા નગર પાલિકા વોર્ડ નંબર 5 માં ઇન્દિરા નગરી વિસ્તારમાં આવેલ ગોરલ તળાવ અને કાંસની પ્રિમોનસુનની કામગીરી ભાગરૂપે સાફસફાઈ કામ કરવામાં આવ્યું તે દરમ્યાન JCB ચાલક દ્વારા ગામની પીવાના પાણીની મુખ્ય પાઈપલાઈન તોડી પાડતા સમગ્ર ઠાસરા વિસ્તાર 5 દિવસ પાણીની વગર વલખા મારતા રહ્યું હતું.. બે દિવસ અગાવ બીડની પાઇપને બદલે બીજી પાઇપ નાખવામાં આવી હતી જે માત્ર એક દિવસમાં એજ નવી પાઇપલાઈનમાં લીકેજ સમસ્યા થઈ તેમજ કાંસનો દુષિત ગંદુ પાણી પીવાના પાણીમાં ભેગું થયું ગંદુ દુષિત પાણી નળોમાં આવવા લાગ્યું જેના કારણે સમગ્ર વિસ્તારના રહીશો અને મહિલાઓ દ્વારા ઠાસરા નગર પાલિકામાં હાલ્લાંબોલ કરવામાં આવ્યું. પરિસ્થિતિ જોતા પાલિકા દ્વારા મામલો શાંત પાડવા પોલીસ બોલાવાની ફરજ પડી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર પાલિકા દ્વારા વારંવાર પોલીસ બોલાવવામાં આવે છે અને આમ જનતા ને શાંત કરવાંમાં આવે છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार