सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

બનાસકાંઠા થરાદ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર શંકર ચૌધરીની 26508 મતોના લીડથી જીત થતાં સમર્થકોમાં ઉત્સાહ વધ્યો જીતનો જશ્ન મનાયો

બનાસકાંઠા વિધાનસભાની નવ બેઠકોમાં ભાજપ કોંગ્રેસ સરખાં રહ્યાં એક અપક્ષના ફાળે ગઈ

ભુરપુરી ગોસ્વામી
  • Dec 9 2022 12:25PM

બનાસકાંઠા થરાદ વિધાનસભા બેઠક પર ભાજપ કોંગ્રેસ વચ્ચે કાંટાની ટકકરે ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપના ઉમેદવાર શંકર ચૌધરી સામે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિહ રાજપુતે ટક્કર લેતાં ભાજપે જંગી લીડ સાથે સતા હાંસલ કરી

ભાજપના ઉમેદવાર શંકર ચૌધરી આમતો પૂર્વ આરોગ્ય મંત્રી રહી ચૂકેલા છે ત્યારે 2017ની વાવ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર સામે પરાજિત થયા હતા ત્યારે 2022ની વિધાનસભા ચૂંટણીમાં થરાદ બેઠક પર ચૂંટણી લડવામાં આવતાં કોંગ્રેસના યુવા ઉમેદવાર યુવા નેતા ગુલાબસિહ રાજપૂતે પણ શંકર ચૌધરી સામે ટક્કર લેતાં ગુલાબસિહ રાજપૂતને 91385 મતો મળ્યાં છે જ્યારે ભાજપના ઉમેદવારને 117891 મતો મળતાં શંકર ચૈધરીનો 26508 મતે વિજય થયો છે

ભાજપના ઉમેદવાર શંકર ચૌધરીની જીત થતાં સમર્થકોમાં ઉત્સાહ વધ્યો હતો જેમાં બપોરના સમયથી મોટી સંખ્યામાં સમર્થકો થરાદ ચાર રસ્તા તેમજ આંજણા પટેલ સમાજ બોર્ડિંગ ખાતે લોકો સતત 5 કલાક સુધી ઉમટી પડ્યા હતા જેમાં સમર્થકો દ્વારા ફટાકડા ફોડવામાં આવતાં ચાર રસ્તા પર દિવાળીના પર્વ  જેવો માહોલ હતો અને ત્યારબાદ આંજણા પટેલ બોર્ડિંગ ખાતે આભાર વિધિ કાર્યક્રમ યોજાયો

જેમાં હજારોની સંખ્યામાં લોકોએ મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલુ કરી અભિવાદન જીલ્યું અને તમામ લોકોને થરાદ વિધાનસભામાં પડતર માંગણીઓ તેમજ જલ્દીમાં જલ્દી ધારાસભ્યનું કાર્યાલય ધમધમતું થશે અને મતવિસ્તારમાં દરેક લોકોએ જંગી લીડથી જીતવા બદલ અમુક ચોક્કસ વિસ્તારમાં સન્માન કાર્યક્રમ રાખી તમામ લોકોથી પરિચિત થવું છેદરેક લોકોના કામ કરવા છે તેવું શંકરચૌધરીએ જણાવ્યું હતું પરબત ભાઈ પટેલ સહિત તમામ ભાજપના હોદેદારો અને કાર્યકરો અને તમામ મતદારો અને જનતાનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार