सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

તિસ્તા સેતલવાડ, આર.બી.શ્રીકુમાર અને સંજીવ ભટ્ટની ધરપકડ

તિસ્તા સેતલવાડની મુંબઇ જઇ કરવામાં આવી ધરપકડ

ઉત્કલ ઠાકોર
  • Jun 25 2022 8:11PM

ગુજરાત ATS એ આર.બી.શ્રીકુમાર, સંજીવ ભટ્ટ અને તિસ્તા સેતલવાડની ધરપકડ કરી છે. ગુજરાત ATS અને ક્રાઇમ બ્રાંચની મોટી કાર્યવાહી માનવામાં આવી રહી છે. ગુજરાત ATS એ તિસ્તા સેતલવાડની મુંબઇ જઇ ધરપકડ કરી છે. 

પૂર્વ IPS આર.બી.શ્રીકુમારની પણ ATSએ ધરપકડ કરી છે. પૂર્વ IPS સંજીવ ભટ્ટનો પણ બરોડા જેલમાંથી કબ્જો મેળવાયો છે. ત્રણેય આરોપી સામે ક્રાઇમ બ્રાંચે દાખલ કર્યો ગુનો છે. 

આ લોકો દ્વારા 2002ના રમખાણોમાં ખોટા સોગંદનામા બનાવાયા હતા.
જેને લઈને સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ક્રાઇમ બ્રાંચે ગુનો દાખલ કર્યો છે. 2002ના ગોધરાકાંડ પછીના રમખાણોમાં છબી ખરડવાના આક્ષેપ હેઠળ આ ધરપકડ થઈ હોવાની માહિતી મળી રહી છે. તેમના NGOને મળેલા વિદેશી ફંડ અંગે પણ થઇ હતી તપાસ. ત્રણેય આરોપીઓના ક્રાઇમ બ્રાંચ રિમાન્ડ માંગશે તેમ સુત્રો પાસે થી માહિતી મળી રહી છે.

20 વર્ષ પહેલાનો કેસ ફરીથી ઉખડ્યો.

ગુજરાતમાં ૨૦૦૨ માં થયેલા ગોધરા હત્યાં કાંડ અને એ પછી થયોલા રમખાણો હંમેશા રાષ્ટ્રિય ચર્ચાનો મુદ્દો રહ્યો છે. છેલ્લે બે દિવસ પહેલા સુપ્રિમ કોર્ટ દ્વારા ઝકિયા ઝાફરીની અરજી સુપ્રિમ કોર્ટે રદ કરી અને તત્કાલીન મુખ્યમંત્રી અને  ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિર્દોષ જાહેર કરવાની સાથે ગુજરાત અને નરેન્દ્ર મોદી વિરુદ્ધ આયોજનથી ષડયંત્ર કરાયાનો ઉલ્લેખ કરતા કેટલાક લોકો વિરુદ્ધ વિગતવાર તપાસ કરવાના આદેશ અપાયા હતા. એ પછી આ ધરપકડ અને આકરા પગલા અપેક્ષિત હતા. 

ગુજરાત અને દેશની જનતા સરકાર પાસેથી ભારત, ગુજરાત અને હિંદુ સમાજ વિરુદ્ધ કરાયેલા આયોજનબધ્ધ ષડયંત્રની સત્યતા બહાર આવે એ અપેક્ષા રાખી રહી છે. આ તપાસમાં એ બહાર આવશે એ અપેક્ષિત છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार