सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

તાપી જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ

તાપી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક આજરોજ જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષ સ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડીયા, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતીમાં જિલ્લા સેવાસદનના સભાખંડમાં યોજાઇ હતી.

હાર્દિક શાહ
  • May 21 2022 4:39PM

તાપી જિલ્લા કલેક્ટર એચ કે વઢવાણીયાએ સૌ અધિકારીઓને સુચના આપતા જણાવ્યું હતું કે, કોઇ પણ સરકારી કર્મચારી નિવૃત થાય તેના પેન્શન સમયસર મળી જાય તે જોવુ આપણી જવાબદારી છે. કોઇ કર્મચારી ઉપર કોર્ટ કેસની મેટર હોય તો પણ તે પ્રોવિઝનલ પેન્શન માટે હકદાર હોવાથી પેન્શન કેસોનો નિકાલ મીશનમોડમાં કરવો જરૂરી છે. તેમણે સરકારી નાણાની વસુલાત અંગે અમલીકરણ અધિકારીઓએ જરૂરી એક્શન લઇ જેતે વ્યક્તિઓને નોટીસ આપવી કે માંડવાળના પગલા લેવા અંગે કાર્યવાહી કરવા જણાવ્યું હતું. તેમણે સોનગઢ નગરપાલીકાને ૯૩.૫૯ ટકા સરકારી નાણાની વસુલાત કરવા અંગે તથા નાયબ વન સંરક્ષક વ્યારા દ્વારા ૯૭.૩૧ ટકા, નાયબ કલેકટર વ્યારા પ્રાંતને ૧૦૦ ટકા વસુલાત કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. ઉપરાંત સેવાસદનમાં જે-તે કચેરીના બહાર વણવપરાતા સરસામાન અને ભંગારમાં પડેલા વાહનોને ૧૦ દિવસમાં યોગ્ય નિકાલ કરી સેવાસદનને સ્વચ્છ રાખવા તાકીદ કરી હતી.  તેમણે જે કચેરીઓમાં એસી રાખવું મંજુર નથી તેને હટાવી લેવા, કચેરીમાં વીજ વપરાશ જરૂરીયાત પુરતો જ કરવા તથા દરેક કચેરી જ્યા જાહેર જનતાની અવર જવર વધુ હોય ત્યા એન્ટ્રી અને એક્ઝીટ ઉપર તથા સેવા સદનના બન્ને ગેટના એન્ટ્રી-એક્ઝીટ ઉપર સીસીટીવી કેમેરા ફીટ કરવા સંબંધિત અધિકારીઓને સુચના આપી હતી.

જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલે તાલુકા કક્ષાએ નવી પોલિસ કચેરીમાં સરકારી જગ્યા ફાળવણીના કામો અંગે તથા સેરૂલા ફાયરીંગ રેંજની આસપાસના વિસ્તારમાં અનઅધિકૃત લોકોના દબાણને દુર કરવા અંગે સંબંધિત વિભાગ સાથે મળી એક્શન લેવા અંગે જણાવ્યું હતું.
         
સમગ્ર બેઠકનું સંચાલન નિવાસી અધિક કલેકટર આર.જે.વલવીએ કર્યુ હતું. બેઠકમાં ડી. આર. ડી. એ ડાયરેકટર અશોક ચૌધરી, માર્ગ મકાનના કા.પા.ઇ મનિષ પટેલ, પ્રાંત અધિકારી વ્યારા આર.સી.પટેલ, પ્રાંત અધિકારી નિઝર જયકુમાર,  પ્રોગ્રામ ઓફિસર તન્વી  પટેલ, પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશ પટેલ,  ચીફ ઓફિસર સોનગઢ પૂર્વી પટેલ, સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार