सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

બોટાદમાં ટ્રેન ઉથલાવવાના પ્રકરણમાં આરોપીઓનો ચોંકાવનારો ખુલાસો

આર્થિક તંગીથી કંટાળી ટ્રેન ઉથલાવા નિકળ્યા

Jashu Bhai Solanki
  • Oct 1 2024 4:28PM
બંને શખ્સોને આર્થિક તંગી હોવાને કારણે તેઓએ ટ્રેન લૂંટવાનો પ્લાન કર્યો હતો અને યુટયુબ પર ટ્રેન કેવી રીતે લૂંટાય તે બાબતે માહિતી લઈને ઘટનાને અંજામ આપ્યો હતો. બોટાદ પોલીસને મોટી  ટ્રેન ઉથલાવવાના પ્રકરણમાં સફળતા મળી છે. થોડા દિવસો પહેલા બોટાદના કુંડલી નજીક બે શખ્સો દ્વારા ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેને બોટાદ પોલીસે ઝડપી લીધા હતા. અને તેમની પૂછપરસમાં જે બાબતો સામે આવી છે તે ચોંકાવનારી છે. પ્રાથમિક વિગતો મુજબ બન્ન શખ્સો આર્તિક તંગીમાં હોવાને કારણે યુટ્યુબ પર વીડિયો જોઇ ટ્રેન લુંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.  

જાણો શુ હતી સમગ્ર ઘટના 
ગત 25 સપ્ટેમ્બરનાં રોજ બોટાદના કુંડલી ગામ નજીક ઓખા ભાવનગર ટ્રેનને રાતના સમયે ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, મળતી માહિતી મુજબ ગુજરાતના પ્રથમ કિમ સુરત ખાતે આવો પ્રયાસ થયો હતો. જ્યારો બીજો બનાવ બોટાદ ખાતે કરવામાં આવ્યો. આ દરમિયાન પોલીસ તંત્ર પણ સતર્ક બની અને LIB, SOG, SOG, ડોગ સ્કવોડ, ડ્રોન સર્વેલન્સ, ATS, હ્યુમન સર્વેન્સ તથા ટેકનિકલ રિસોર્સિસને કામે લગાવી આ ઘટનાની ગુચવણને ઉકેલી નાખી છે.

પોલીસે બે ઇસમોને દબોચી લીધા 

આ સમગ્ર ઘટના મામલે પોલીસે આરોપીઓને દબોચી લીધા છે. અવળ ગામના બે વ્યક્તિ દ્વારા આર્થિક તંગીના કારણે ટ્રેન લુંટવાના ઇરાદે આવુ કારસ્તાન કર્યાનું સામે આવ્યું છે. બોટાદ તાલુકાના અવળ ગામના જયેશ ઉર્ફ જલો નાગર બાવળીયા અને રમેશ કાનજી સલિયા નામના બે શખ્સો દ્વારા આ ઘટનાને અંજામ અપાયો હતો. 

You Tubeમાં વિડિયો જોયો અને પછી....
બંને યુવકોએ ટ્રેન કેવી રીતે લૂંટાય તે અંગે You Tubeમાં વિડિયો પણ જોયા હોવાના પુરાવા મળ્યા છે. રેલ્વે ટ્રેક વચ્ચે લોખંડનો ગડર મૂકી ટ્રેનને નુકસાન કરવાનો પ્રયત્ન થયો હતો. આ રેલ્વે પટાના ટુકડા રેલવે રીપેરીંગ કામ દરમિયાન ચોરી લીધા હોય તેઓ પણ જાણવા મળે છે ત્યારે સમગ્ર ઘટનાની ગુથ્થી સુલજાવી આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.  

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार