सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

સુત્રાપાડા તાલુકાના ધામળેજ બંદરના ખારવા સમાજના પરિવારને સામાજિક રીતે સમાજના આગેવાનો અને પટેલો દ્વારા બહિષ્કાર

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ધામળેજ બંદર ખાતે ખારવા સમાજ તરફથી ખૂબ જ પરિસ્થિતિ નબળી ધરાવતા પરિવારોને તેમના પટેલો અને આગેવાનો દ્વારા સામાજિક રીતે બહિષ્કાર કરવામાં આવ્યો છે

વજેસિંહ બારડ
  • May 24 2022 7:42PM
મળતી માહિતી મુજબ મંજુલાબેન પ્રેમજીભાઈ આજણી, અને અમૃતબેન ડાલકીને તેમના સમાજના પટેલ હસમુખ આંજણી, મુકેશ કાનજી  ઉપ પટેલ, રવિ વશરામ મંત્રી, બીપીન વશરામ આગેવાન, યોગેશ રામા, અશોક રામા, ગણેશ સિદી, દિપક પૂજા, પ્રેમજી પૂજા, નાનજી શિવજી, હરી બૂઢા, જેન્તી મંગળ, વગેરે આગેવાનો તરફથી સામાજિક રીતે સામાજિક રીતે બહિષ્કાર કરવામાં આવ્યો. સામાજિક રીતે બહિષ્કાર કરવાનુ મુખ્ય કારણ એ હતું કે ડિસેમ્બર 2021માં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મંજુલાબેન દ્વારા. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવેલ અને તેમની ઉમેદવારી થતા સમાજ દ્વારા ચુંટણી માં ઉમેદવારી કરવા સમાજની પરવાનગી લીધેલ ન હોવાનો આક્ષેપ કરી તેનો સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો 2006માં સવિતાબેન નો પરિવાર બહુ મોટો હોય અને નાના બંદરમાં તેમની રોજગારી ના મળતા એ  બહારગામ   રોજગારી મેળવવા માટે જતા સને ૨૦૦૬ થી અનેક વખત નાત બહાર મૂકી અનેક વખત દંડ લઈ સમાજમાં લેતા આવેલ અને તેમની દીકરીઓના લગ્ન હોવાથી એ સમાજના આગેવાનો પાસે ચીઠી લેવા ગયેલ ત્યારે 75 હજાર રૂપિયા જેવી દંડની રકમ લઇ અને સામાજિક રીતે સ્વીકાર કરેલ આ લોકો અવારનવાર નિર્દોષ લોકો ઉપર દંડ કરે છે. અને દંડ ભર્યા એનો સમાજમાં સમાવેશ કરવામાં આવે છે. ભારતના નાગરિકો ને આજાદી તો વર્ષો પહેલા મળી ગઈ હોવા છતા આ સમાજના લોકો પટેલ,આગેવાનો હાલ પણ સમાજના સભ્યોને ગુલામ ગણી અત્યાચાર કરતા હોય જે બાબતે ભોગ બનનાર બહેનોએ સૂત્રાપાડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપેલ છે અને આજરોજ જિલ્લા કલેક્ટરને પણ આવેદનપત્ર આપી અને રજૂઆત કરી છે.  સુપ્રીમ કોર્ટનો આદેશ હોવા છતાં પણ હાલ પણ લોકશાહી દેશમાં અભણ માણસો ખાપ પંચાયત ચલાવી સમાજના વ્યક્તિઓને અન્યાય કરે છે.આ પરિવારજનોએ ન્યાયની માગણી કરેલ છે. ગીર સોમનાથ જિલ્લાના એસ.પી. સાહેબ તેમજ સુત્રાપાડા પોલીસ સ્ટેશનના હેરમા સાહેબ ખૂબ જ નિષ્ઠાવાન વ્યક્તિઓ છે. પીડિત પરિવારને વહેલી તકે ન્યાય મળે એ માટે એક પરિવાર ન્યાયની અપેક્ષા સાથે સરકારશ્રીને વિનંતી કરી રહ્યો છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार