सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

પૂર્વ કેબિનેટ મંત્રી અને ભાજપના અગ્રણી આઈ કે જાડેજા દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં તિરંગા યાત્રાનું આહવાન કરાયું

‘‘હર ઘર તિરંગા’’ અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં કરવામાં આવ્યું ધ્રાંગધ્રા ભાજપ દ્વારા વિશેષ આયોજન

મૌલેશ પંચોલી
  • Aug 6 2022 8:19PM

 • પૂર્વ કેબિનેટ મંત્રી અને ભાજપના અગ્રણી આઈ.કે જાડેજા દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા માં તિરંગા યાત્રા નું આહવાન કરાયું
 ‘‘હર ઘર તિરંગા’’ અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં કરવામાં આવ્યું ધ્રાંગધ્રા ભાજપ દ્વારા વિશેષ આયોજન
 'હર ઘર તિરંગા' કાર્યક્રમમાં સહભાગી થવા નાગરિકોને આઈ.કે જાડેજા નો અનુરોધ

આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં સમગ્ર દેશમાં ઉજવાઈ રહેલા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આગામી તા. ૧૩ થી ૧૫મી ઓગસ્ટ દરમિયાન સમગ્ર દેશમાં ‘‘હર ઘર તિરંગા’’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ હર ઘર ત્રિરંગા કાર્યક્રમના આયોજનના ભાગરૂપે તારીખ 13 થી 15 દરમિયાન સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં  ભારતીય જનતા પાર્ટી ધ્રાંગધ્રા શહેર/ગ્રામ્ય હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જીલ્લા ની સમગ્ર વિધાનસભા તેમજ તમામ તાલુકા પર ગૌરવશાળી બાઈક રેલી દ્વારા તિરંગા યાત્રાનું આયોજન માતૃવંદના યાત્રા અને બેટી બચાઓ-બેટી પઢાઓ ના પ્રણેતા   આઈ.કે.જાડેજા ના નેતૃત્વ મા કરવામાં આવ્યું છે તેના અનુસંધાને આઈ. કે.જાડેજા ની પ્રેરક ઉપસ્થિત મા એક મિટીંગ નુ આયોજન કરાયું હતું.

જેમાં વિસ્તારના ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા , નગરપાલિકા સુધરાઈ સભ્યો, જિલ્લા,તાલુકા પંચાયત સદસ્યો,  સરપંચો, તેમજ શહેર/ગ્રામ્ય દરેક મોરચા ના હોદેદારો, સહિત  ના કાર્યકર્તાઓ બહોળી સંખ્યા મા  ઉપસ્થિત રહયા હતા તેમજ આ મિટિંગમાં આઈ કે જાડેજા એ જણાવ્યું હતું કે અગાઉ 2006માં 865 કિલોમીટરની "બેટી બચાવો" યાત્રા મોટરસાયકલ યાત્રા દ્વારા કરી હતી અને હાલ આ મોટરસાયકલ યાત્રા થકી તિરંગા યાત્રા નું પ્રસ્થાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવશે અને આ તિરંગા યાત્રા જિલ્લાના તમામ તાલુકાઓના રૂટ પર ત્રણ દિવસ સુધી ફરી સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકાઓ અને વિધાનસભા વિસ્તારના જન જન સુધી પહોંચીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાનમાં સહભાગી થશે.

અત્રે એ પણ ખાસ ઉલ્લેખનીય છે કે અગાઉ મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આઈ કે જાડેજાના નામ જોગ બેટી બચાવો અને બેટી પઢાવો અભિયાનનો ઉલ્લેખ કરાયો હતો અને તાજેતરમાં જ મન કી બાત માં વડાપ્રધાન દ્વારા હર ઘર તિરંગા અભિયાન ની જે વાત કરાઈ હતી તે સંદર્ભે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા પણ આ કાર્યક્રમને શુભેચ્છાઓ આપવામાં આવી છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार