सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

સુરતમાં એસબીઆઈ બેંકના એટીએમ સાથે છેડછાડ કરી પૈસા વિડ્રોલ કર્યા બાદ કસ્ટમર કેરમાં ખોટી ફરિયાદ કરી રીફંડ લેનાર મેવાતી ગેંગનો ઠગ ઝડપાયો

સુરતમાં ATM સાથે છેડછાડ કરી રૂપિયા સેરવતો ઠગ ઝડપાયો

ઉત્કલ ઠાકોર
  • Sep 30 2022 6:26PM
સુરતના નવયુગ કોલેજ શિવમ કોમ્પ્લેક્સ તથા મોરા ભાગળ ખાતે આવેલા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એટીએમમાં 4 ઓગસ્ટ તથા 5 ઓગસ્ટના રોજ રૂપિયા ઉપાડવા આવનાર ઈસમો એટીએમમાં જઈ તેની પાસેનું એટીએમ કાર્ડ રીડરમાં નાખી એટીએમ પીન નાખી ત્યારબાદ એટીએમમાંથી રૂપિયા કેશ ડિસ્પેન્સરમાં આવે ત્યારે કેશ ડિસ્પેનસરને આંગળીઓ વડે પકડી રાખવામાં આવતી હતી. કેશ ડિસ્પેન્સર સાથે છેડછાડ કરવામાં આવી હતી.

કેશ ડિસ્પેન્સરમાંથી રૂપિયા કાઢી લેતા હત. બાદમાં કેશ ડિસ્પેન્સરને થોડી વાર પકડી રાખી છોડી દેતા હતા. જેથી કેશ ડિસ્પેન્સરને પકડી રાખવાથી સીસ્ટમના ડેટાબેઝ તથા અન્ય સોફ્ટવેર પ્રોગ્રામને નુકશાન પહોચ્યું હતું.તેમજ બેંકની કસ્ટમર કેરમાં ખોટી ફરિયાદો કરી રૂ કુલ 1.30 લાખની રકમ પણ મેળવી લીધી હતી. આ સમગ્ર મામલે રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપી જુનેદ ગત 4 ઓગસ્ટ તથા 5 ઓગસ્ટના રોજ હરિયાણાના મેવાત ખાતે રહેતા મોહમદ આરીફ ખાન, અનીસ અબ્દુલ રશીદ કુરેશી તથા અસ્લમ અબ્દુલ રશીદ કુરેશી સાથે મળી ATMમાં ચોરીને અંજામ આપ્યો હતો.પકડાયેલ આરોપીએ રાંદેર નવયુગ કોલેજ પાસે તથા મોરા ભાગળ ખાતે એસબીઆઈ બેંકના એટીએમમાં કાર્ડ તથા અન્ય એટીએમ કાર્ડ મારફતે એટીએમ મશીનમાંથી પૈસા વિડ્રોઅલ કર્યા હતા.

વિડ્રોઅલ દરમ્યાન એટીએમ મશીનના કેશ ડિસ્પેનસર મશીનને આંગળીઓ વડે પકડી રાખી એટીએમ મશીન સાથે છેડછાડ કરી પૈસા વિડ્રોલ કર્યા હતા. અને બાદમાં પૈસા બેંક એકાઉન્ટમાંથી કપાઈ ગયા હોવાની ખોટી ફરિયાદ કરી રીંફડ મેળવ્યું હતું. પોલીસ તપાસમાં રાંદેર પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો. આ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાંચે વધુ તપાસ હાથ ધરી છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार