सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

સુરત ગ્રામ્ય એલ.સી.બી. પોલીસે પ્રોહિ.ગુનામાં નાસતો-ફરતો લિસ્ટેડ બુટલેગરને કનાજ ચોકડીથી દબોચ્યો

આરોપી ઓલપાડ પોલીસ સ્ટેશન પ્રોહિબિશન ગુનામાં વોન્ટેડ હતો

જગદીશ ડી. પટેલ
  • Aug 6 2022 8:14PM
સુરત જિલ્લાના ઓલપાડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહિબિશન ગુનામાં નાસતો-ફરતો લિસ્ટેડ બુટલેગરને સુરત એલ.સી.બી.પોલીસે ઓલપાડ તાલુકાના કનાજ ગામની ચોકડી પાસેથી દબોચી લીધો હતો.પોલીસે ઝડપેલ આરોપીને ઓલપાડ પોલીસને હવાલે કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

સુરત જિલ્લા ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઇ કે.જે.ધડુકની પોલીસ ટીમ ઓલપાડ તેમજ કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.તે દરમ્યાન એલ.સી.બી.શાખાના હે.કો. હરસુર નાનજી તથા અ.હે.કો. વિક્રમ સંગ્રામને સયુંકત બાતમી મળી હતી કે,ઓલપાડ પો.સ્ટે. પ્રોહિબિશન ગુનામાં નાસતો -ફરતો વોન્ટેડ બુટલેગર અજય વાઘેલા હાલમાં ઓલપાડ તાલુકાના કનાજ ગામની ચોકડી પાસે ઉભો છે.તેણે શરીરે કાળા કલરનું હાફ બાયનું શર્ટ તથા કાળા અને સફેદ કલરનો ચડ્ડો પહેરેલ છે.આ બાતમીના પગલે પોલીસે છાપો મારી વોન્ટેડ આરોપી અજય ઉર્ફે અજય વાઘરી ઘેલાભાઇ વાઘેલા (ઉ.વ-૨૯)રહે-દેલાડ,ખરી ફળિયું,તા-ઓલપાડ)ને દબોચી લઈ આરોપીની ઓળખ કરી  તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार