सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

સંજેલી તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી

વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે તાલુકાના સર્વે આદિવાસી સમાજના ભાઈઓ બહેનો આદિવાસી સમાજ દ્વારા આદિવાસી પહેરવેશ આદિવાસી ગીતો અને નૃત્ય સાથે આકર્ષણનું કેન્દ્ર રહ્યા

કપિલ સાધુ
  • Aug 10 2022 11:15AM
આદિવાસી સંસ્કૃતિ આદિવાસી બોલી તેમ જ આદિવાસી પહેરવેશ એ  આદિવાસી સમાજની આગવી  ઓળખ .

 પ્રાપ્ત માહિતી મુજબ આજરોજ નવમી ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસ જે સંજેલી તાલુકામાં પણ સર્વે આદિવાસી સમાજ ના ભાઈઓ બહેનો નાના છોકરાથી લઈને વડીલો તમામ આદિવાસી સમાજ ના  લોકો દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.   નાની સંજેલી ચોકડી પાસે તાલુકાના સર્વે આદિવાસી સમાજના લોકો એકત્રિત થયા હતા અને ડીજે સાથે એકત્રિત થઈ અને સૌએ રેલી સાથે સંજેલી મેન બજારમાં પહોંચ્યા હતા. વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી સમાજના લોકો દ્વારા આદિવાસી ની આગવી ઓળખ એટલે કે આદિવાસી પહેરવેશ. તેમજ તીરકામઠા સહિતના આદિવાસી ઓળખના પહેરવેશ સાથે રેલી ડીજે સાથે નીકળી હતી. ડીજે માં આદિવાસી નૃત્ય દ્વારા સૌ નાચતા ગાતા   ઉત્સાહભેર સૌ રેલીમાં જોડાયા હતા અને સંજેલી મેન બજારમાં ગુરુ ગોવિંદ ચોક માં વિશાળ રેલી સાથે સૌ પહોંચ્યા હતા. ગુરુ ગોવિંદ ચોક ખાતે ગુરુ ગોવિંદજી ની પ્રતિમાને આદિવાસી સમાજ દ્વારા ફુલહાર ચડાવવામાં આવ્યા હતા દીપ  પ્રાગટ્ય કર્યા હતા. તેમજ  ધજા લગાવવામાં આવી હતી અને સૌએ પ્રાર્થના કરી અને નમન કર્યા હતા અને ગુરુ ગોવિંદજી ના આશીર્વાદ લીધા હતા. આમ સંજેલી તાલુકામાં આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી . ત્યારે સંજેલી પોલીસ દ્વારા પણ આજરોજ વિશ્વ આદિવાસી દિવસ તેમજ મોહરમ અને ઉજવણી થનાર હોય પોલીસ પેટ્રોલિંગ તેમજ વિવિધ વિસ્તારોમાં બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો .

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार