सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

રાધનપુર માં ભાજપના આગેવાનોએ અલ્પેશ ઠાકોર ના વિરોધ માં નવું સંગઠન રચ્યું

રાધનપુર વિધાનસભા બેઠક ઉપર સ્થાનિક ઉમેદવારને ટીકીટ આપવામાં આવશે તો ચૂંટણી લડાવવા મદદ કરાશે

યશપાલ સ્વામી
  • May 20 2022 7:48PM

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોટડા ગામે શુક્રવારે યોજાયેલ સમૂહ લગ્નની અંદર ભાજપના આગેવાનો દ્વારા અલ્પેશ ઠાકોર નાં વિરોધ માં ઠાકોર સમાજ સેવા સંગઠનના નવીન સંગઠનનાં નામની જાહેરાત કરવામાં આવી હતી.

 આ સંગઠન દ્વારા રાધનપુર વિધાનસભા વિસ્તારમાં  સ્થાનિક ઠાકોર સમાજના ઉમેદવારને ચૂંટણી લડાવવા તન મન ધન થી કામ કરશે  તેમજ સરકાર ના તમામ લાભો સમાજ ના છેવાડાના લોકો સુધી પહોંચાડશે.

તેમજ આ સંગઠન હારીજ રાધનપુર, અને સાંતલપુર વિસ્તાર માં કામ કરશે.તેવું સંગઠનના આગેવાન સુરેશ ઠાકોરેએ જણાવ્યું હતું.

વિધાનસભા ની ચૂંટણી ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે રાધનપુર માં ઠાકોર સમાજ દ્વારા નવું સંગઠન બનાવ્યું  છે. જેમાં  આવનારી 2022 ની ચૂંટણી લડવા માટે સ્થાનિક ઉમેદવારની માગણી તેમજ સરકાર ના તમામ લાભો સમાજ ના છેવાડાના લોકો સુધી પહોંચાડશે.તેમજ સ્થાનિક ઉમેદવાર ને તનમન ધન થી જીતાડવા કામ કરશે આ સાથે સંગઠન હારીજ, રાધનપુર, અને સાંતલપુર  તાલુકાઓ માં પણ કામ કરશે.
 
રાધનપુર માં અલ્પેશ ઠાકોર ના વિરોધમાં ઠાકોર સમાજ સેવા સંગઠનના નામનું સંગઠન બનાવવામાં આવ્યું હોવાનુ જાણવા મળ્યું છે જેમાં પૂર્વ ધારાસભ્ય લવિંગજી સોલંકી, સુરેશભાઈ એડવોકેટ ,ઠાકોર સમાજ સાંતલપુર તાલુકાના પ્રમુખ લેબાજી ઠાકોર, ઠાકોર સમાજના આગેવાન લાધુજી ઠાકોર સહિતના ઠાકોર સમાજના આગેવાનો દ્વારા નવા સંગઠનની  પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોટડા ગામે યોજાયેલ સમૂહ લગ્નની અંદર જાહેરાત કરવામાં આવી હતી.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार