सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

રાજુલા નગર પાલિકાનું રાજકારણ ફરી ગરમાયું કોંગ્રેસ શાસિત રાજુલા નગરપાલિકાના પ્રમુખ છત્રજીતભાઈ ધાખડા એ જિલ્લા કલેક્ટરને રાજીનામું આપી દીધું

નવા પ્રમુખની વરણી માટે આગામી સમયમાં ચૂંટણી યોજાશે

ભરતભાઈ ખુમાણ
  • Jun 24 2022 1:21PM
રાજુલા નગરપાલિકાની ચૂંટણી સમયે ભાજપના ૧ અને ૨૭ સભ્યો કોંગ્રેસના વિજેતા બનતા પાલિકામાં કોંગ્રેસનું શાસન બન્યું હતું.
લોકોએ ખોબલે ખોબલે મત આપી કોંગ્રેસના સભ્યો ને વિજેતા બનાવ્યાં હતા. ત્યારબાદ  પાલિકાના પ્રથમ પ્રમુખ તરીકે મીનાબેન પ્રવીણભાઈ વાઘેલાની વરણી કરવામાં આવી હતી . જેના પછીના ૪ વર્ષના શાસનમાં ૬ વખત પ્રમુખ બદલાયા છે. આ ચાર વર્ષોમાં કોંગ્રેસમાં ભારે ઘમાસાણ ચાલી રહ્યું હતું . જેથી એક પછી એક પાલિકા પ્રમુખો ના રાજીનામાં આપવાનો સિલસિલો ચાલતો રહ્યો હતો. ત્યારે હવે નવા ૭ માં પ્રમુખની વરણી માટે ફરી ચૂંટણી જાહેર કરવામાં આવશે.  ૭ માં નવા પ્રમુખ રમેશભાઈ કાતરીયા બની શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે રાજુલા નગરપાલિકાના પ્રમુખ છત્રજીતભાઈ ધાખડાએ અંગત કારણો અને પારિવારીક કામના કારણે રાજીનામું આપી દીધું છે . ત્યારે હવે સૂત્રો તરફથી મળતી વિગતો પ્રમાણે આવતા દિવસોમાં પ્રમુખ તરીકેની ચૂંટણીની તારીખ તંત્ર દ્વારા જાહેર કરવામાં આવશે.
રાજુલા પાલિકામાં કોંગ્રેસના ચાર વર્ષ ઉપર ના શાસનકાળ માં અત્યાર સુધીમાં ૬ પ્રમુખો રાજીનામાં આપી ચુક્યા છે. પ્રમુખ છત્રજીતભાઈ ધાખડાએ અંગત કારણોસર રાજીનામું આપી દીધું અમરેલીના રાજુલા નગરપાલિકાના પ્રમુખ છત્રજીતભાઈ ધાખડાએ આજે જિલ્લા કલેક્ટરને રાજીનામું આપી દીધું હતું . કોંગ્રેસ શાસિત રાજુલા નગરપાલિકાના પ્રમુખે રાજીનામું આપી દેતારાજુલા નગરપાલિકા ના રાજકારણમાં ફરી ગરમાવો આવ્યો છે. પારિવારિક કામના લીધે પ્રમુખ તરીકેનો સમય આપી શકાતો ન હોવાથી પ્રમુખ પદ છોડવા માગું છું તેવું લેખિતમાં જણાવી પાલિકા પ્રમુખે જિલ્લા કલેક્ટર સમક્ષ રાજીનામું આપી દીધું હતું . જેને લઈ આગામી દિવસોમાં ફરી નવા પ્રમુખ રાજુલાને મળી શકછે.
રાજીનામું આપનારા પ્રમુખના નામ ૧ મીનાબેન પ્રવીણભાઈ વાઘેલા ૨ બાઘુબેન બાલાભાઈ વાણીયા ૩ મીનાબેન પ્રવીણભાઈ વાઘેલા ૪ કાંતાબેન કિશોરભાઈ ધાખડા ૫ ઘનશ્યામભાઈ લાખણોત્રા ૬ છત્રજીતભાઈ ધાખડા

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार