सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

રાજુલા શહેરમાં આવેલ આઇ.ડી.બી.આઇ. બેંકની શાખાનું એ.ટી.એમ. તોડી, રૂપિયા ૪૫૦૦/-ની ચોરી કરનારા બે ઝડપાયા

રૂપિયા બે લાખનું નુકસાન કરી, એ.ટી.એમ.માંથીરૂ.૪૫૦૦/- ની ચોરી કરી નાસી જનાર બે ઇસમોને ચોરીમાં ગયેલ રોકડા રૂપિયા તથા ગુનો કરવામાં ઉપયોગમાં લીધેલ હથિયાર તથા મોટર સાયકલ સાથે આરોપીઓને ગણતરીની કલાકોમાં પકડી પાડી ચોરીનો ગુનો ડીટેકટ કરતી રાજુલા પોલીસ ટીમ

ભરતભાઈ ખુમાણ
  • Jun 24 2022 1:15PM
ગઇ તા ૨૧/૦૬/૨૦૨૨ ની રાત્રિના અજાણ્યા આરોપી ચોર ઇસમોએ સાથે મળી, ગુનો કરવાના ઇરાદે આઇ.ડી.બી.આઇ બેંક રાજુલાની શાખાના એ.ટી.એમ રૂમમાં પ્રવેશ કરી, તેમાં રાખેલ એ.ટી.એમ. મશીન પકડ તથા કોશ વડે તોડી તથા સી.સી.ટી.વી. કેમેરો તોડી આશરે બે લાખનું નુકસાન કરી,એ.ટી.એમ. મશીનમાંથી  રૂ.૪,૫૦૦/-ની ચોરી કરી લઇ ગુન્હો કરેલ હોય જે અંગે આઇ.ડી.બી.આઇ. બેંક, રાજુલા શાખાના બેંક મેનેજર ભાવીકભાઇ જગદીશચંદ્ર દવે ઉ.વ.૪૧ ધંધો.બેંક મેનેજર રહે રાજુલા.નાઓએ ફરીયાદ આપતા, અજાણ્યા આરોપીઓ વિરૂધ્ધ રાજુલા પો.સ્ટે.એ-પાર્ટ ગુ.ર.નં.- ૧૧૧૯૩૦૫૦૨૨૦૫૧૪૪૨૦૨૨ આઇ.પી.સી.કલમ- ૩૮૦,૪૨૭,૪૪૭,૪૬૧,૧૧૪ મુજબનો ગુનો રજી. થયેલ હતો. સદર ગુનાની આગળની તપાસ બી.એમ.વાળા , અનાર્મ હેડ કોન્સ.રાજુલા પો.સ્ટે.નાઓ ચલાવી રહેલ હતા.ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા મિલકત સબંધી ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે. ચૌધરી સાહેબ સાવરકુંડલા વિભાગ નાઓએ મિલકત સબંધી ગુનાના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું. જે અન્વયે રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ.શ્રી એમ એ.દેસાઇ નાઓની રાહબરી હેઠળ રાજુલા પોલીસ ટીમે ગઇ કાલ તા.૨૨/૦૬/૨૦૨૨ નાં રોજ ઉપરોક્ત ગુનાને અંજામ આપી નાસી ગયેલ આરોપીઓની તપાસ કરનાર શ્રી બી.એમ.વાળા, અનાર્મ હેડ કોન્સ. તથા બી.એચ ચોવટીયા, અનાર્મ હેડ કોન્સ તથા પો.કોન્સ પરેશભાઇ મનુભાઇ દાફડા નાઓએ બાતમી મેળવી હકિકત આધારે ઉપરોક્ત ગુનાને અંજામ આપનાર આરોપીઓને ચોરીમાં ગયેલ રોકડા રૂ.૪,૫૦૦/- તથા ગુનો કરવામાં ઉપયોગમાં લીધેલ હથિયાર તથા મોટર સાયકલ સાથે આરોપીઓને ગણતરીની કલાકોમાં પકડી પાડવામાં સફળતા મળેલ છે. પકડાયેલ આરોપીની વિગતઃ (૧) કીરીટભાઇ હિંમતભાઇ મારૂ ઉ.વ.૩૨ ધંધો.મજુરી,રહે. મોટા રીંગણીયાળા, તા.રાજુલા,જિ.અમરેલી, (૨) જેન્તીભાઇ ડાયાભાઇ મયાત્રા ઉ.વ.૩૫ ધંધો,મજુરી,રહે. મોટા રીંગણીયાળા,તા.રાજુલા, જિ.અમરેલી, છે પકડાયેલ મુદ્દામાલઃ  રોકડા રૂ.૪૫૦૦/- તથા ગુનો કરવામાં વાપરેલ પકડ કિ.રૂ.૧૦/- તથા સ્ક્રુ ડ્રાઇવર (પેચીયું) કિ.રૂ.૧૦/- તથા લોખંડની કોશ કિ.રૂ .૫૦/- તથા મો સા. રજી.નં. GJ-4Q-7885,કિ.રૂ .૧૦,૦૦૦/- મળી કુલ કિં.રૂ .૧૪,૫૭૦/- નો મુદ્દામાલ.  આ કામે પકડાયેલ બન્ને આરોપીઓને નામદાર કોર્ટમાં રજુ કરી દિન-૦૧ ના રીમાન્ડ મેળવેલ છે.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના UHC ભરતભાઇ મુહાભાઇ તથા UHC ભીખુભાઇ સોમાતભાઇ ચોવટીયા તથા UHC મુકેશભાઇ પરશોતમભાઇ ગાજીપરા તથા પો.કોન્સ મીતેશભાઇ કનુભાઇ વાળા તથા પો.કોન્સ રોહિતભાઇ કાળુભાઇ તથા પો.કોન્સ ઘનશ્યામભાઇ હસમુખભાઇ મહેતા તથા પો.કોન્સ સંજયભાઇ કનુભાઇ ઘાંઘળ તથા પો.કોન્સ ભરતસિંહ લાખાભાઇ તથા પો.કોન્સ પરેશભાઇ મનુભાઇ દાફડાનાઓ દ્વારા કરવામાં આવેલ છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार