सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

૩૬મી નેશનલ ગેમ્સ આવતીકાલે પ્રથમ દિવસે ગુજરાત મહિલા હોકી ટીમ હરિયાણા સામે ટકરાશે

૧૧ ઓક્ટોબર સુધીમાં ૧૧ રાજ્યો વચ્ચે ફાઈનલ સહીત ૪૦ મેચ સાથે રાજકોટમાં હોકી ફીવર સર્જાશે

જતિન જગડ
  • Oct 1 2022 4:38PM

‘ખેલેગા ઈન્ડિયા, જુડેગા ઈન્ડિયા’ની થીમ સાથે ગુજરાતમાં નેશનલ ગેમ્સની શરૂઆત થઈ ચુકી છે ત્યારે રાજકોટ ખાતે હોકીની રમતો આવતીકાલથી સવારે ૭.૧૫ વાગ્યાથી મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ, રેસકોર્સ ખાતે યોજાશે. પ્રથમ મેચના પ્રારંભ સાથે સાંજના ૬ વાગ્યા સુધી જુદીજુદી ૬ ટીમ વચ્ચે હોકી ખેલનો જંગ જામશે. મહિલા હોકી ટીમમાંથી ઓડીસા અને ઉત્તર પ્રદેશ, હરિયાણા અને ગુજરાત, કર્ણાટક અને પંજાબ, ઝારખંડ અને મધ્યપ્રદેશ તથા પુરુષ હોકી ટીમમાંથી તમિલનાડુ અને ઝારખંડ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશના ખેલાડીઓ વચ્ચે પ્રથમ દિવસે મુકાબલો થશે.

હોકીની રમતમાં ગુજરાત, ઓડીસા, કર્ણાટક, હરિયાણા, ઝારખંડ, ઉત્તરપ્રદેશ, પંજાબ, મધ્યપ્રદેશ, તમિલનાડુ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ સહીત કુલ ૧૧ રાજ્યોના હોકી ખેલાડીઓ વચ્ચે ૪૦ જેટલા મેચ માટે સાથે રાજકોટમાં હોકી ફીવર સર્જાશે. મહિલા ફાઈનલ મુકાબલો તા. ૧૧ ઓક્ટોબરે બપોર પછી ૧.૩૦ કલાકે તેમજ પરુષ ટીમની ફાઈનલ બપોરે ૩:૩૦ કલાકે રમાશે.

આ માટે જરૂરી સંલગ્ન તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગયેલ છે. સ્ટેડિયમ ખાતે પ્રેક્ષકો, વી.આઈ.પી. , મીડિયા સહિતની બેઠક વ્યવસ્થા, ખેલાડીઓ તેમજ ઓફિસિયલ્સ માટે ગ્રીન રૂમ, ભોજન કક્ષ સહિતની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार