सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

વલસાડ_પારડીના પલસાણા રામેશ્વર મંદિર ખાતે શિવરાત્રીના મેળાનું ભવ્ય આયોજન ની તૈયારી શરૂ

પ્રખ્યાત અને પ્રાચીન ત્રિદિવસીય ગંગાજી મેળામાં લાખોની ની સંખ્યા માં ભાવિક ભક્તો રામેશ્વર મંદિર માં ભોલેનાથના દર્શન કરવા ઉમટી પડે છે. પ્રાચીન જાણકારી મુજબ ભગવાન શ્રીરામ, લક્ષ્મણ અને સીતા માતા આ પવિત્ર ભૂમિ પર આવ્યા હતા.

રિપલભાઈ ઉત્તમભાઈ પટેલ
  • Feb 11 2023 4:33PM
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પલસાણા ગામે મહાશિવરાત્રીના દિવસે ભરાતો વલસાડ જિલ્લાનો પ્રખ્યાત અને પ્રાચીન ત્રિદિવસીય ગંગાજી મેળોમાં લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો રામેશ્વર મંદિરમાં ભોલેનાથના દર્શન કરવા ઉમટી પડે છે. ગંગાજી યાત્રા તરીકે જાણીતા રામેશ્વર મહાદેવ મંદિર પરિસર જે વિશાળ સંખ્યામાં હિન્દુઓના પવિત્ર તીર્થધામ તરીકે જાણીતું છે. આ તીર્થધામની વાત કરીએ તો મહાશિવરાત્રી પર્વના ગણતરીના દિવસ બાકી રહ્યા છે, ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે 18 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રીના દિવસે મોટી સંખ્યામાં ભક્તો ગંગાજી મેળામાં ઉમટી પડશે. વિશાળ જનમેદની સાથે મેળો ભરાતા પલસાણા શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ના ટ્રસ્ટી હર્ષદભાઈ દેસાઈ અને મંદિરના પૂજારી રમેશગીરી ગોસ્વામી દ્વારા મેળાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ટ્રસ્ટી હર્ષદભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ગંગાજી યાત્રા વિશે પ્રચલિત કથા રામેશ્વર મહાદેવ મંદિર માં સ્થાપિત મહાદેવની શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયેલ છે. પ્રાચીન જાણકારી મુજબ ભગવાન શ્રીરામ, લક્ષ્મણ અને સીતા માતા વનવાસ નીકળ્યા હતા ત્યારે તેઓ આ પવિત્ર ભૂમિ પર આવ્યા હતા. અને સીતા માતાને પાણી પીવાની તરસ લાગતા ભગવાન શ્રી રામચંદ્રજીએ તીર ચલાવતા સ્વયં ગંગામૈયા પ્રગટ થયા હતા. ત્યારથી અત્યાર સુધી મંદિરના તળિયે વડ પાસે પવિત્ર ગંગાજીનો જળ સ્વયંભૂ નીકળે છે. અહીં પૂર્વજો અને સજ્જનો ની તર્પણ વિધિ કરવા માટે દૂર દૂરથી લોકો આ પવિત્ર યાત્રાધામ માં આવે છે. આમ લોકોની અપાર શ્રદ્ધા અને ભક્તિ સાથે રામેશ્વર મહાદેવ સંકુલ સંકળાયેલું છે. શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ના ટ્રસ્ટી હર્ષદભાઈ દેસાઈ અને એમની ટીમ દ્વારા યાત્રાને સફળ બનાવવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. અહીં ત્રણ દિવસ ચાલતો ગંગાજી મેળામાં ચકડોળ, ખાણીપીણી, રમકડાં, ઘરવખરી ચીજવસ્તુ, બુટ-ચપ્પલ, કપડા, ના વિવિધ સ્ટોલો લગાવવાની તૈયારી ઓ ચાલી રહી છે. આ પવિત્ર ધામ પોતાની અલગ ઓળખ ધરાવે છે અને પારડી તાલુકા સાથે વલસાડ જિલ્લાની જનતા માટે તીર્થધામ તરીકે જાણીતું છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार