सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

પોરબંદર માં પાંચ સ્થળો એ ખાદ્યપદાર્થો ના સેમ્પલ ફેલ થતા સાડા ચાર લાખ રૂ નો દંડ ભેળસેળ કરતા વેપારીઓ માં ફફડાટ

પોરબંદરમાં તંત્ર દ્વારા વર્ષ ની શરુઆત માં લીધેલા ખાદ્ય ચીજોના નમૂના નો રિપોર્ટ ફેલ આવતા અધિક કલેકટર દ્વારા શહેરના 5 વેપારીઓ સાથે ઉત્પાદકોને કુલ રૂ. 4 લાખ 45 હજારનો દંડ ફટકારતા ભારે ચકચાર મચી છે.

નિપુલ પોપટ
  • May 27 2022 12:37PM
પોરબંદરમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા વર્ષ ની શરુઆત માં ચેકિંગ હાથ ધરી શહેર માંથી વિવિધ સ્થળોએથી ખાદ્ય ચીજોના સેમ્પલ એકત્ર કરી વડોદરા ખાતેની લેબમાં મોકલવામાં આવ્યા હતા.જેમાં 5 સ્થળેથી લીધેલા નમૂના ફેઈલ થતા અધિક કલેકટર દ્વારા વેપારીઓ તેમજ ઉત્પાદક સામે દંડનીય કાર્યવાહી કરી કુલ રૂ. 4 લાખ 45 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.જેના પગલે ભેળસેળિયા તત્વો માં ફફડાટ જોવા મળે છે.
તંત્ર દ્વારા દંડ ફટકારવામાં આવ્યો છે તેમાં એમજી રોડ પર કમલાબાગ સામે આવેલ ભવાની બેકરી માંથી સ્પેશિયલ બ્રેડનો નમૂનો ફેઈલ થતા રૂ. 7,500નો દંડ,નવી પોલીસ લાઇન પાસે આવેલ કીર્તિ ટી સ્ટોર માંથી લીધેલ ચાની ભૂકીનો નમૂનો ફેઈલ થતા રૂ. 7,500નો દંડ,ઉદ્યોગનગર માં આશાપુરા ચોકડી પાસે આવેલ જેલીબિન ફૂડ પ્લસ ખાતે ફરાળી ભાખરી અને ફરાળી ખાખરાનો નમૂનો નિયમ મુજબ ફેઈલ થતા પેઢીને કુલ રૂ. 2 લાખ અને ઉત્પાદક પેઢીને રૂ. 2 લાખનો દંડ,તેમજ જીઆઇડીસીમા ઓરીએન્ટ રોડ પર આવેલ એમ.જી. ફૂડ પેઢી ખાતેથી લીધેલ સીંગતેલનો નમૂનો ફેઈલ થતા આ પેઢીને રૂ. 30, 000નો દંડ ફટકારવામાં આવ્યો છે.
હજુ પણ શહેર માં ખાદ્ય પદાર્થો,તેલ અને ઘી માં ભેળસેળ ની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે.કેરી-કેળા સહિતના ફળો પણ કૃત્રિમ રીતે પકવવામાં આવે છે.તો અનેક હોટલો અને રેસ્ટોરન્ટ માં પણ ગ્રાહકો ને વાસી અને અખાદ્ય પદાર્થો ધાબડી દેવામાં આવતા હોવાની ફરિયાદો ઉઠી છે.ત્યારે તંત્ર એ હજુ વધુ અસરકારક ચેકિંગ હાથ ધરવું જોઈએ તેવી લોકમાંગ ઉઠી છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार