सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીથી દેશમાં 5G ટેકનોલોજીનું લોન્ચિંગ કર્યું

વડાપ્રધાને અમદાવાદ જિલ્લાની રોપડા પ્રાથમિક શાળાના ધોરણ આઠમાં ભણતા જૈમિની ઠાકોર સાથે વર્ચ્યુઅલ સંવાદ કર્યો

ઉત્કલ ઠાકોર
  • Oct 1 2022 5:01PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીના પ્રગતિ મેદાનમાં યોજાયેલ IMC 2022 ઈવેન્ટમાં 5G સર્વિસ લોન્ચ કરી હતી.

પ્રથમ તબક્કામાં અમદાવાદ, બેંગલુરુ, ચંદીગઢ, ચેન્નાઈ, દિલ્હી, ગાંધીનગર, ગુરુગ્રામ, હૈદરાબાદ, જામનગર, કોલકાતા, લખનૌ, મુંબઈ અને પુણે 13 શહેરોમાં 5G કનેક્ટિવિટી શરૂ કરવામાં આવશે. ત્યાર બાદ તબક્કા વાર 5G દેશના દરેક ભાગમાં પહોંચાડવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે 21મી સદીની સૌથી મોટી શક્તિની શરૂઆત થઈ ગઈ છે. તેનાથી દેશના ટેક્નોલોજી ક્ષેત્રમાં ક્રાંતિ આવશે.

વડાપ્રધાન  મોદીએ દેશમાં 5G ટેકનોલોજીનું લોન્ચિંગના અવસર પર કહ્યું કે, ડિજિટલ ઈન્ડિયાએ દરેક નાગરિકને સ્થાન આપ્યું છે. નાનામાં નાના શેરી વિક્રેતાઓ પણ BHIM/UPIની સુવિધાનો ઉપયોગ કરી રહ્યા છે. ટેકનોલોજી અને ટેલિકોમ્યુનિકેશનમાં વિકાસ સાથે ભારત ચોથી ઔદ્યોગિક ક્રાંતિનું નેતૃત્વ કરશે. આ ભારતની શતાબ્દી હશે.

5G ટેકનોલોજીનું લોન્ચિંગના પ્રસંગે વડાપ્રધાને શાળાના બાળકો સાથે વર્ચ્યુઅલ સંવાદ સાધ્યો હતો.
જેમાં વડાપ્રધાને અમદાવાદ જિલ્લાની રોપડા પ્રાથમિક શાળાના ધોરણ આઠમાં ભણતા જૈમિની ઠાકોર સાથે સંવાદ કર્યો.

 

 

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार