सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

કેન્દ્રીય ઉધોગ અને વાણિજ્ય મંત્રી શ્રી પીયુષ ગોયલ સંઘપ્રદેશ દમણની મુલાકાતે દમણ ભાજપ કાર્યાલય ખાતે આયોજિત કાર્યક્રમમાં રહ્યા હાજર

કેન્દ્રિય ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ ની મુલાકાતે. જ્યાં તેઓએ દમણમાં દમણ-દીવ અને દાદરા નગર હવેલી પ્રદેશ ભાજપના કાર્યાલય પર યોજાયેલા એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ પ્રસંગે દમણ-દીવનાં સાંસદ લાલુભાઇ પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ દિપેશ ટંડેલ સાથે દમણ-દીવ અને દાદરા નગર હવેલી ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્યેશ કૈલાશનાથ પાંડે
  • May 9 2022 7:22PM

કેન્દ્રિય ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણની મુલાકાતે જ્યાં તેઓએ દમણમાં દમણ-દીવ અને દાદરા નગર હવેલી પ્રદેશ ભાજપના કાર્યાલય પર યોજાયેલા એક કાર્યક્રમમાં હાજરી આપી હતી.  આ પ્રસંગે દમણ-દીવનાં સાંસદ લાલુભાઇ પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ દિપેશ ટંડેલ સાથે દમણ-દીવ અને દાદરા નગર હવેલી ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ નાનકડા સંઘ પ્રદેશ ની પ્રથમ વખત મુલાકાતે આવેલા પિયુષ ગોયલે  પ્રદેશની  સ્વચ્છતા અને વિકાસના વખાણ કર્યા હતા. કાર્યક્રમના કેન્દ્રીય મંત્રી પિયુષ ગોહિલના હસ્તે કેન્દ્ર સરકારની યોજનાઓના લાભાર્થીઓ લાભો પણ  એનાયત કરવામાં આવ્યા હતા. ઉપસ્થીત લોકો ને સંબોધતા  કેન્દ્રીય મંત્રીએ આવનાર સમયમાં આ નાનકડા પ્રદેશ ના  વિકાસ માટે સરકાર દ્વારા કરવામાં આવી રહેલા અને  આવનાર પ્રયાસો અંગે  પણ વાત કરી હતી. 

મહત્વપૂર્ણ છે કે છેલ્લા કેટલાક સમયથી યુક્રેન અને રશિયા વચ્ચે ના  યુદ્ધને કારણે વિશ્વ કક્ષાએ ઉધોગોને અસર થઈ રહી છે. જેની સીધી કે આડકતરી અસર ભારતમાં પણ થઈ રહી છે.. ત્યારે આજે દમણની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રીએ મીડિયા સાથેની વાતમાં યુક્રેન અને રશિયા યુદ્ધને કારણે ઊભી થયેલી પરિસ્થિતિમાં ઉદ્યોગોને થઈ રહેલી અસર વિશે પણ વાત કરી હતી. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ એ જણાવ્યું કે  સમગ્ર વિશ્વના  ઉદ્યોગો ને  યુધ્ધ ની  અસર થઈ રહી છે.. પરંતુ આવી પરિસ્થિતિમાં પણ ભારતે વિશ્વના અન્ય દેશો સાથે રેકોર્ડ બ્રેક વ્યાપાર કર્યો છે. દેશમાં પ્રવર્તી શાંતિ અને ઉદ્યોગોના સાનુકુળ વાતાવરણના કારણે વિશ્વની મોટી કંપનીઓ ભારતમાં પોતાના ઉદ્યોગો સ્થાપવા તલપાપડ હોવાની પણ વાત ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયેલે પોતાના સંબોધનમાં કરી હતી.આમ સંબોધન દરમિયાન  વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર આ દેશમાં સર્વાંગી વિકાસ માટે થઈ રહેલા પ્રયાસો ની વાત કરી હતી.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार