सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

પાદરાના કરખડી ગામની પ્રાથમિક કુમાર અને કન્યા શાળા સ્માર્ટ ક્લાસ થી સજ્જ

અમી લાઇફ સાયન્સ કંપનીનું બાળકોના શિક્ષણ માટે શ્રેષ્ઠ અભિગમ

મનોજ પઢિયાર
  • Jun 25 2022 8:20PM

પાદરાના કરખડી ગામે પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સ્થાનિક અમી લાઇફ સાયન્સ કંપની દ્વારા પ્રાથમિક શાળાને સ્માર્ટ ક્લાસ થી સજ્જ કરી હતી જેનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેમાં ૩૫૦થી વધુ
બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો.


પાદરા તાલુકાના પ્રગતિશીલ ગામ એટલે કરખડી જે ગામ માં તમામ પ્રકારની સવલતો પ્રાપ્ત છે તેવું કહી શકાય.


હાલમાં સરકારનો શિક્ષણ અભગમ છે કે કોઈ બાળક શિક્ષણ થી વંચિત ના રહેવો જોઈએ તે કાર્યક્રમ નાં આધારે કન્યા કેળવણીને પ્રોત્સાહન અને ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા શાળા પ્રવેશોત્સવ નું આયોજન દરવર્ષે કરવામાં આવે છે જેમાં નવા બાળકો મોટી સંખ્યામાં ભણવા જાય કરખડી ગામે કન્યા અને કુમાર શાળામાં આ કાર્યક્રમ યોજાયો જેમાં મુખ્ય મહેમાન જિલ્લા પંચાયત ના ડબકાના સદસ્ય કૈલાશ બેન ગણપત સિંહ જાદવ , લાયઝન ઓફિસર બીઆરપી  રવી સહાય પરમાર હાજર રહ્યા હતા જેમાં કરખડી તાલુકા પંચાયત સદસ્ય અને વિરોધ પક્ષ નેતા હાર્દિક પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સરપંચ રમણ પટેલ,smc સદસ્યો અને મોટી સંખ્યામાં ગ્રામ જનો હાજર રહ્યા હતા.


તમામ હાજર મહેમાનોનું ગ્રામ જનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું જ્યારે પ્રથમ ધોરણ૧ માં પ્રવેશ પામનાર તથા આંગણવાડી માં પ્રવેશ લેનાર તમામ વિદ્યાર્થીઓ નું કુમ કુમ તિલક કરીને સ્વાગત કરીને તમામ વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ અને કીટ આપવામાં આવી હતી.


ગામના અગ્રણી અને તાલુકા પંચાયત ના સદસ્ય હાર્દિક પટેલ ની યુવા ટીમ દ્વારા તમામ ૩૫૦બાળકોને તિથિ ભોજન કરાવવામાં આવ્યું હતું ગામની સીમમાં આવેલ બેસ્ટ વેલ્યુપ્રા લી કંપની દ્વારા તમામ સ્કૂલ ના બાળકોને સ્કૂલ બેગ પાણીની બેગ ભેટ આપવામાં આવી હતી.


જ્યારે અમી લાઇફ સાયન્સ દ્વારા કન્યા શાળા ના સ્માર્ટ ક્લાસ નું ઉદઘાટન પધારેલ મહેમાનો અને અમી લાઇફ ના અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતુ શાળા પરિવાર તરફ થી તમામ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને વૃક્ષારોપણ કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार