सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ઓલપાડમાં "વિશ્વ આદિવાસી દિવસ"ની ભવ્ય ઉજવણી કરાઈ

ઓલપાડ તા.ભાજપ અનુ.આદિજાતિ મોરચા દ્વારા વિશાળ રેલી યોજાઈ

જગદીશ ડી. પટેલ
  • Aug 10 2022 10:09AM

ઓલપાડ તાલુકા ભાજપ સંગઠનના અનુ.આદિજાતિ મોરચા દ્વારા મોરચા પ્રમુખ હસમુખ રાઠોડના નેજા હેઠળ અને તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ બ્રિજેશ પટેલના નેતૃત્વમાં ઓલપાડ ટાઉનના રામચોકથી હાથીસા રોડ પર આવેલ ખુંટાઈ માતાજીના મંદિર સુધી વિશાળ રેલી યોજાઈ હતી.આ રેલીમાં મોટી સંખ્યામાં ઉમટી પડેલા આદિવાસી સમાજના આગેવાનો સહિત ભાજપ આગેવાનોએ દેશની આઝાદીના 75 માં વર્ષની ઉજવણી નિમિત્તે હાથમાં ત્રિરંગો લહેરાવ્યો હતો.જયારે રેલીમાં જોડાયેલા આદિવાસી સમાજના લોકોએ આદિવાસી સમાજ ઝિંદાબાદ અને આદિવાસી એકતા ઝિંદાબાદના ભારે સૂત્રોચ્ચાર કરી આદિવાસી સમાજના પ્લે-કાર્ડનો ઉપયોગ કર્યો હતો.જયારે રેલી મંદિરે પહોંચ્યા બાદ રેલી જાહેર સભામાં પરિવર્તન થતા ખુંટાઈ માતાજીના મંદિરે જાહેર સભા યોજવામાં આવી હતી.આ સભામાં આદિજાતિ મોરચા તાલુકાના પ્રમુખ હસમુખ રાઠોડે "વિશ્વ આદિવાસી દિવસ"નું મહત્વ અને સમાજના અગ્રણીઓ,સમાજના સંતોએ આપેલ બલિદાનની વિસ્તૃત જાણકારી આપી હતી. આ સભામાં ઓલપાડ તા.પં. સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષ કિશોર રાઠોડ,ઓ.તા.ભાજપ સંગઠન પ્રમુખ બ્રિજેશ પટેલે જણાવ્યું હતું કે,કેન્દ્ર અને ગુજરાતની ભાજપની સરકાર આદિવાસીઓના ઉત્થાન અને વિકાસ માટે ખુબ ચિંતિત છે. જેના ભાગરૂપે ભાજપ સરકારે આદિવાસી સમાજના પ્રાણ પ્રશ્નો,પાયાની ભૌતિક જરૂરિયાતો જેવી કે આવાસ,પાણી,રેશનિંગ અનાજ,રોજી-રોટી સહિત શિક્ષણની ચિંતા કરી અનેક લાભાર્થી યોજનાઓ અમલમાં મુકેલ છે.જેનો લાભ લેવા આદિવાસી લોકોને અપીલ કરી વધુ જણાવ્યું કે,આપણા વિસ્તારના જાગૃત ધારાસભ્ય અને હાલ રાજ્ય સરકારમાં કૃષિમંત્રી પદે કાર્યરત એવા મુકેશભાઈ પટેલે આદિવાસી સમાજના લોકોની ચિંતા કરી અત્યાર સુધીમાં છ સમુહલગ્નો થકી દિકરીઓને સંપૂર્ણ કરિયાવર આપી કન્યાદાન કર્યું છે.જેથી આજે પણ આ દંપતિઓ સુખચેનથી તેમનું દાંમ્પત્ય જીવન જીવી રહ્યા છે.આ ઉપરાંત રાજ્ય કૃષિમંત્રી મુકેશભાઈ પટેલે આદિવાસી સમાજના યુવકો રમત-ગમત ક્ષેત્રે પ્રગતિ કરે તે માટે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજી પ્રોત્સાહન પુરૂં પાડવા સહિત આદિવાસી સમાજના બાળકોના ઉચ્ચ શિક્ષણ ખર્ચની જવાબદારીઓ પણ નિભાવી છે.જે કદી ભૂલી શકાય તેમ નથી.આ સભામાં આદિવાસી નેતાઓએ પણ પ્રસંગોચિત પ્રવચનો કરી સમાજના લોકોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવવા હાકલ કરી સમાજને સુરક્ષિત અને સમાજના ઉત્થાન માટે ભાજપની પડખે રહેવા અપીલ કરી હતી.


આ પ્રસંગે સુ.જિ.પં.ભૂમિહિન ખેતમજૂર આવાસ સમિતિ અધ્યક્ષ અશોક રાઠોડ,ઓ.તા. ભાજપ મહામંત્રી મનહર પટેલ, કુલદીપસિંહ ઠાકોર,તા.પં.પ્રમુખ અમિત પટેલ,ઉપપ્રમુખ જશુબેન વસાવા,એસ.સી.મોરચાના પ્રમુખ પ્રવિણ મકવાણા સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार