सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ઉમરેઠ ભાજપમાં ભડકો

ઉમરેઠ પાલિકાના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત. આણંદ જિલ્લા ભાજપ પ્રમુખે ઉમરેઠ પાલિકાના ભાજપના કાઉન્સિલરોને પક્ષ સાથે રહેવા આદેશ કરતાં મામલો ગરમાયો. ઉમરેઠ પાલિકાના ભાજપના કાઉન્સિલરો હાલત સુડી વચ્ચે સોંપારી જેવી.

MITUL PATEL
  • May 3 2022 5:25PM

ઉમરેઠ પાલિકાના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત થતાં જિલ્લા ભાજપ પ્રમુખે તમામ ભાજપના કાઉન્સિલરોને પ્રમુખ સાથે રહેવા જણાવ્યું છે. તેઓ પ્રમખુ સાથે રહે તો ડ્રેનેજ કામમાં એજન્સીને કામ પૂર્ણ કર્યા વગર નાંણા ચૂકવી દઇને ભ્રષ્ટ્રાચાર આચાર્યો હોવાની ફરિયાદ વિરોધ પક્ષ દ્વારા કમિશ્નરને કરવામાં આવી છે .ત્યારે પ્રમુખને સમર્થન કરે તો ભ્રષ્ટ્રાચાર સાથ આપવાના આરોપ લાગે તેમની સામે કાર્યવાહી થાય તેમ છે. અને પ્રમુખ ને સાથ ન આપે તો ભાજપ પક્ષ દ્વારા શિક્ષાત્મક કાર્યવાહી થાય આમ કાઉન્સિરોનો સુડી વચ્ચે સાપરી જેવો ઘાટ જોવા મળી રહ્યો છે.

ઉમરેઠ નગરપાલિકામાં તાજેતરમાં યોજાયેલી સામાન્ય સભામાં ગત વર્ષના પ્રિ-રિવાઇઝ અંદાજપત્રમાં સર્વોદય ટ્રસ્ટને કામ પૂર્ણ કર્યા વગર ચૂકવેલા બીલનો ભાજપના 9 કાઉન્સિલરો સહિત 18 સભ્યો વિરોધ નોંધાવ્યો હતો. જેથી પ્રમુખ, કારોબારી ચેરમેન અને ઉપપ્રમુખ લઘુમતીમાં મુકાઇ ગયા હતા .જેથી વિરોધ પક્ષ દ્વારા અવિશ્વાસની દરખાસ્ત માંગણી કરાઇ હતી. ત્યારે આગામી સભામાં ગતવર્ષના હિસાબો મંજૂર કરવા અને સત્તા બચાવવા માટે ભાજપના તમામ કાઉન્સિલરો સાથે રહેવા જરૂરી છે. જેને લઇને ઉમરેઠ શહેરના રાજકારણ ગરમામાં વ્યાપી ગયો છે. આવા સજોગોમાં પક્ષની આબરૂ સાચવવા જીલ્લા ભાજપ પ્રમુખ વિપુલ પટેલે બે દિવસ પહેલા ઉમરેઠ પાલિકાના કાઉન્સિલરો સાથે બેઠક કરીને તમામ કાઉન્સિલરોને પ્રમુખ સાથે રહેવા જણાવીને તતડાવી નાંખ્યા હતા. અને અને છાનામાના ચૂપચાપ સભામાં હાજર રહેવા અને પક્ષ તરફે વોટ આપવા આદેશ કર્યો હતો.અને જો ભાજપી સભ્યો આ પ્રમાણે વર્તે તો તેમની સામે કાનૂન નો ગાળીયો મજબૂત બનશે અને જો પક્ષ ના આદેશ અનુસર નહી વર્તે તો પક્ષના વીહિપનો અનાદાર થાય. આમ ઉમરેઠ ભાજપ ના સભ્યો ની હાલત સાપે છ્છુંદર ગળ્યા જેવી થઈ છે.

ધારાસભ્યે આડકતરી ઇશારો કરીને પ્રમુખ સાથે રહેવા જણાવ્યું.

ઉમરેઠ ધારાસભ્યના ઘરે ઉમરેઠ પાલિકાનાકાઉન્સિલરોની બેઠક મળી હતી.જેમાં તેઓએ કાઉન્સિલરો સાથે ચર્ચા કર્યા બાદ જણાવ્યું હતું કે,ઘરમાં એકાદસભ્ય નબળો કે માથાભારે હોય તો બીજાના ઘરના સભ્યો તેને સાચવી લે તેમ આપણે ઉમરેઠ પાલિકા પ્રમુખને કારોબારી ચેરમેને ને સાચવવા આડકતારો ઇશારો કર્યો હતો.

ભાજપના કાઉન્સિલરો ખોટા કામમાં સપોર્ટ આપે તો પણ ફસાય

ભાજપના કાઉન્સિલરો પ્રમખુ દ્વારા ગતવર્ષના વાર્ષિક હિસાબોમાં શૌચાલય કૌડ અને ડ્રેનેજ ખોટા બીલ પાસ કરવામાં સપોટ આપે તો વિરોધ પક્ષ દ્વારા પ્રદેશ કમિશ્નરને ફરિયાદ કરવામાં આવી છે. તેમાં તેઓ ફસાઇ જાય તેમ છે. આમ તેઓની હાલત સાપે છ્છુંદર ગળ્યા જેવી થઈ છે.જેથી  કેટલાંક કાઉન્સિલરોએ બોર્ડમાં રાજીનામ આપવા તૈયારીઓ હાથધરી હોવાના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે.  કેટલાક સભ્યો આ સમસ્યા માથી બહાર નીકળવા માટે જે દિવસે અવિશ્વાસ ની દરખાસ્ત નું બોર્ડ યોજાશે ત્યારે રાજીનામુ સાથે જ લઈ ને જશે અને મિટિંગ માં વિરોધ્ નોંધાવી પાલિકા ના સભ્ય પદે રાજીનામુ ધરી દેશે તેવા પાક્કા અહેવાલ પ્રાપ્ત થયેલ છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार